Corona Updates: એક જ દિવસમાં કોરોનાના 68 હજાર કરતા વધુ નવા દર્દીઓ, આ 5 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ

દેશમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે તે ખરેખર ચિંતાજનક સ્થિતિ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 68,898 નવા કેસ નોંધાયા છે.

Corona Updates: એક જ દિવસમાં કોરોનાના 68 હજાર કરતા વધુ નવા દર્દીઓ, આ 5 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ

નવી દિલ્હી: દેશમાં જે રીતે કોરોના (Corona Virus) ના કેસ વધી રહ્યાં છે તે ખરેખર ચિંતાજનક સ્થિતિ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 68,898 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 29,05,824 પર પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હાલ દેશમાં 6,92,028 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 21,58,947 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. દેશમાં કોરોનાથી એક જ દિવસમાં 983 લોકોએ જીવ ગુમાવ્યાં છે. અત્યાર સુધીમાં કોવિડ-19 (Covid-19) થી 54,849 લોકોના મૃત્યુ થયા છે. 

The #COVID19 tally in the country rises to 29,05,824 including 6,92,028 active cases, 21,58,947 cured/discharged/migrated & 54,849 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/nQiUNmqzXD

— ANI (@ANI) August 21, 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં 20 ઓગસ્ટ સુધીમાં કુલ 3,34,67,237 નમૂનાનું પરીક્ષણ કરાયું છે. જેમાંથી 8,05,985 નમૂનાનું પરીક્ષણ ગઈ કાલે 20 ઓગસ્ટના રોજ કરાયું હતું. જેમાંથી 68 હજાર જેટલા કેસ પોઝિટિવ આવ્યાં છે. 

રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.89 ટકા થયો છે. જ્યારે એક્ટિવ કેસ એટલે કે જેઓ સારવાર હેઠળ છે તેમનો દર ઘટીને પણ 24 ટકા થયો છે. રિકવરી રેટ 74 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 

— ANI (@ANI) August 21, 2020

આંકડા જોઈએ તો દેશમાં એક્ટવ કેસ જ્યાં સૌથી વધુ છે તેમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખ કરતા વધુ સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ આવે છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે ભારત દુનિયામાં ત્રીજા સ્થાને છે. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે બ્રાઝિલ આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news