મુંબઇ: કોરોના (Coronavirus) ની મારથી બેહાલ ચાલી રહેલા મહારાષ્ટ્ર (Maharashtra)માં આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખતરનાક થઇ શકે છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope) એ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. ટોપેએ વિશેષજ્ઞોનો હવાલો આપતાં કહ્યું કે જુલાઇ અથવા ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી શકે છે, એવામાં અમે તેનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તમને જણાવી દઇએ કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની બેકાબૂ ગતિ પર PM Modi આજે કરશે મહામંથન, આ મુદ્દાઓ પર લઇ શકે નિર્ણય


Oxygen ની અછત દૂર કરવા પર ભાર
સ્વાસ્થમંત્રી રાજેશ ટોપેએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે વિશેષજ્ઞો દ્વારા મહારાષ્ટ્રમાં મેના અંત સુધી સંક્રમણની એક જેવી સ્થિતિ બની રહેવની વાત કહેવામાં આવી રહી છે. એવામાં જો રાજ્ય જુલાઇ અથવા ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave) નો સામનો  કરે છે, તો આપણા પડકારો ખૂબ વધી જશે. તેને ધ્યાનમાં રાખતાં અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસકરીને ઓક્સિજનની પુરતી ઉપલબ્ધતા પર અમારું ધ્યાન છે. 

DNA ANALYSIS: પશ્વિમ બંગાળમાં ફરી સાચા સાબિત થશે Exit Poll ના પરિણામ, જાણો શું રહ્યો છે ટ્રેંડ


તમામ Collectors ને આપ્યા નિર્દેશ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સમીક્ષા બેઠકમાં ભાગ લીધા બાદ ટોપેએ કહ્યું કે આ બેઠકમાં COVID-19 મેનેજમેન્ટ અને રસીકરણ સહિતના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે સીએમએ ઓક્સિજન પ્લાન્ટ્સ સેટઅપ પર ભાર મુક્યો, જેથી કોરોના દર્દીઓને ઓક્સિજનની અછત ન સર્જાય. સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતાં કલેક્ટરોને કહેવામાં આવ્યું છે કે ઓક્સિજનની સમસ્યા સરકાર સહન નહી કરે. એટલા માટે અત્યારથી જ તમામ વ્યવસ્થા કરવામાં આવશે. 

Covid 19 ના હળવા લક્ષણોવાળા માટે સરકારની નવી ગાઇડલાઇન, આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન


18+ નું Vaccination અત્યારે નહી
વેક્સીનના ચોથા તબક્કાને લઇને રાજેશ ટોપેએ કહ્યું કે 1મેથી શરૂ થનાર વેક્સીનેશન શરૂ કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે રાજ્યની પાસે વેક્સીનનો પર્યાપ્ત સ્ટોક નથી. એવામાં રસીકરણ શરૂ કરવામાં નહી આવે. ટોપેએ કહ્યું કે રસીકરણ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પર્યાપ્ત સ્ટોક હોવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે આપણે ઓછામાં ઓછા 20 થી 30 લાખ ડોઝની જરૂર છે. ત્યારે જઇને 18 થી 44 વર્ષના લોકોનું વેક્સીનેશન શરૂ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઘણીવાર વેક્સીનની અછતથી રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube