DNA ANALYSIS: પશ્વિમ બંગાળમાં ફરી સાચા સાબિત થશે Exit Poll ના પરિણામ, જાણો શું રહ્યો છે ટ્રેંડ

વર્ષ 2006માં મમતા બેનર્જી પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના વિરૂદ્ધ મોટાપાયે પ્રદર્શન કરી રહી હતી અને તેમને આશા હતી કે ચૂંટણીના પરિણામ તેમના પક્ષમાં આવશે. પરંતુ એવું થયું નહી. ત્યારે પણ એક્ઝિટ પોલ એકમતથી લેફ્ટ પાર્ટીઓને જીતાડી રહી હતી અને ચૂંટણીના પરિણામ પણ એવા જ રહ્યા. 

DNA ANALYSIS: પશ્વિમ બંગાળમાં ફરી સાચા સાબિત થશે Exit Poll ના પરિણામ, જાણો શું રહ્યો છે ટ્રેંડ

નવી દિલ્હી: આજે એક્ઝિટ પોલના પરિણામો જોઇને તમને મનમાં પ્રશ્ન થતો હશે કે એક્ઝિટ પોલ કેટલા કેટલા સાચા હોય છે? આ પ્રશ્નનો જવાબ જો પશ્વિમ બંગાળના સંદર્ભમાં તો વર્ષ 2006 ની વિધાનસભા ચૂંટણી બાદથી એક્ઝિટ પોલ ક્યારેય ખોટા પડ્યા નથી. વર્ષ 2006માં મમતા બેનર્જી પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના વિરૂદ્ધ મોટાપાયે પ્રદર્શન કરી રહી હતી અને તેમને આશા હતી કે ચૂંટણીના પરિણામ તેમના પક્ષમાં આવશે. પરંતુ એવું થયું નહી. ત્યારે પણ એક્ઝિટ પોલ એકમતથી લેફ્ટ પાર્ટીઓને જીતાડી રહી હતી અને ચૂંટણીના પરિણામ પણ એવા જ રહ્યા. 

આ પ્રકારે 2011 વિધાનસભા ચૂંટણીના પરિણામ એક્ઝિટ પોલમાં આ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે 34 વર્ષોના લેફ્ટ શાસન પશ્વિમ બંગાળમાં સમાપ્ત થઇ જશે અને ટીએમસીની સરકાર બનશે. જ્યારે પરિણામ આવ્યા તો આ એક્ઝિટ પોલ સાચા સાબિત નિકળ્યા. 

ત્યાબાદ 2016 ની વિધાનસભા ચૂંટણીમાં પણ એવું જ થયું અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ મોટાભાગના એક્ઝિટ પોલ આ જ બતાવી રહ્યા હતા કે ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર રહેશે અને એવું જ રહ્યું. એટલે કે પશ્વિમ બંગાળના સંદર્ભમાં જોઇએ તો આ એક્ઝિટ પોલ સાચા સાબિત થાય છે. જોકે આ ટ્રેંડ આ વખતે પણ યથાવત રહી શકે છે કે નહી. આ 2 મેના રોજ સ્પષ્ટ થઇ જશે. 

2019 ની લોકસભા ચૂંટણીમાં બદલાઇ ગઇ તસવીર
હવે તમને જણાવી દઇએ કે 2016ની વિધાનસભા ચૂંટણીમાં શું થયું હતું અને પછી 2019ની લોકસભા ચૂંટણીમાં તસવીર કેવી રીતે બદલાઇ ગઇ. તેને અમે તમને વોટ શેર અને સીટોના આધારે જણાવીશું. પહેલાં વોટ શેરના આધારે 2016 અને 2019ના પરિણામોનું વિશ્લેષણ કરીએ. કારણ કે આ બંને ચૂંટણીમાં હાલના પરિણામો છુપાયેલા હોઇ શકે છે. 

વોટ શેરનું ગણિત
2016ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીના વોટ શેર 45.6 ટકા હતો. ત્યારે ટીએમસી એકમાત્ર એવી પાર્ટી હતી, જેનો વોટ શેર 25 ટકાથી વધુ હતો. એટલે કે બાકી તમામ પાર્ટીઓ તેનાથી ઓછા વોટ મળી રહ્યા હતા અને એટલા માટે જ મમત બેનર્જીએ 2016ની વિધાનસભામાં 294 સીટોમાંથી 211 સીટો જીતી હતી. જ્યારે 20.1 ટકા વોટ શેર સાથે CPM બીજા સ્થાને રહી કોંગ્રેસ ત્રીજા સ્થાને અને ભાજપ ચોથા સ્થાને રહી. 

તે સમયે ભાજપનો વોટ શેર 10.3 ટકા હતો અને તેને 294 માંથી ફક્ત ત્રણ સીટો પર જીત મળી હતી. આ મુજબ જોઇએ તો આજથી પાંચ વર્ષ પહેલાં BJP, TMC તો દૂર કોંગ્રેસ અને CPM ની પણ આસપાસ ન હતી. મોટી વાત એ છે કે પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં BJP નું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ 3 સીટો પર જ હતું. પરંતુ આજે BJP પશ્વિમ બંગાળમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. 

2016 ની વિધાનસભા ચૂંટણીમાં 3 સીટો જીતનાર ભાજપ 2019 ની સામાન્ય સભામાં પશ્વિમ બંગાળની 42 માથી 18 સીટો પર જીતી. જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને 22 સીટો પર જીત પ્રાપ્ત થઇ. પરંતુ આ પરિણામોની અસર જો વિધાનસભાની દ્વષ્ટિએ જોઇએ તો 121 વિધાનસભા સીટો પર ભાજપને જીત મળી અને 164 સીટો પર મમતા બેનર્જીની પાર્ટી જીતી. 

સૌથી મહત્વપૂર્ણ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ અશેર 40 ટકા હતો અને ટીએમસીનો વોટ શેર લગભગ 43 ટકા હતો. એટલે કે બંને વચ્ચે ફક્ત 3 ટકાનું અંતર હતું, જ્યારે 2016માં આ અંતર લગભગ 35 ટકા હતું. પરંતુ ભાજપે આ અંતરને ફક્ત 3 વર્ષોમાં ભરી દીધું. આજે અમે અહીં તમને વધુ એક રસપ્રદ આંકડા બતાવવા માંગીએ છીએ. જે ક્યાંક ને ક્યાં એ સંકેત આપે છે કે પશ્વિમ બંગાળમાં અત્યારે તે થઇ રહ્યું છે, જે આજથી 10 વર્ષ પહેલાં થયું હતું.

મમતા બેનર્જી 2011માં પહેલીવાર રાજ્યની મુખ્યમંત્રી બની હતી. પરંતુ તેમણે સત્તાનો પાયો બે વર્ષ પહેલાં 2009ની લોકસભા ચૂંટણીમાં નાખો હતો. ત્યારે સામાન્ય ચૂંટણીમાં ટીએમસીએ પહેલીવાર લેફ્ટને આંચકો આપીને 19 સીટો જીતી હતી અને આ પરિણામો ફરી 2011 ની વિધાનસભા ચૂંટણીનો આધાર પણ બન્યા. પરંતુ સમજવાળી વાત એ છે કે જે 2009ની લોકસભા ચૂંટણીમાં થયું, આમ તો કેટલાક 10 વર્ષ બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ થયું. 

બસ અંતર એટલું જ હતું કે ત્યારે મમતા બેનર્જીએ લેફ્ટના 34 વર્ષોના શાસનને ટકકર આપતાં 19 સીટો જીતી હતી, અને 2019માં ભાજપે તેમના 10 વર્ષના શાસનને ટક્કર આપ્તાં લોકસભાની 18 સીટો જીતી અને અમને લાગે છે કે 2 મેના રોજ જ્યારે પરિણામ આવશે, ત્યારે સીટોનું વિશ્લેષણ તમને જોવા મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news