Maharashtra Lockdown News: સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે બોલ્યા- મહારાષ્ટ્રમાં લૉકડાઉનની જાહેરાત જલદી, યુદ્ધસ્તર પર તૈયારી ચાલુ
Maharashtra Lockdown Latest News: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખે સોમવારે કહ્યુ કે, સરકાર આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લઈ શકે છે. આ ચેન તોડવા માટે એક રસ્તો છે કે સરકાર લૉકડાઉન જેવી સ્થિતિ લાવે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે. તેવામાં મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર રાજ્યમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે લૉકડાઉન લગાવવા જઈ રહી છે. પરંતુ ક્યારથી લૉકડાઉન લાગશે? તેનો ઉલ્લેખ સરકાર તરફથી કરવામાં આવ્યો નથી. તેના પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં કોરોના મહામારીને જોતા લૉકડાઉન લગાવવામાં આવશે અને તેની શરૂઆતી તૈયારી સરકાર તરફથી યુદ્ધ સ્તરે કરવામાં આવી રહી છે.
કોવિડ-19ના મામલામાં થઈ રહેલા વધારાને જોતા મહારાષ્ટ્ર સરકારે આ મહિને આયોજીત ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ધોરણ 12ની પરીક્ષા 23 એપ્રિલ અને 10ની પરીક્ષા 30 એપ્રિલથી શરૂ થવાની હતી. સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં એક-બે દિવસમાં લૉકડાઉનની જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચોઃ Corona પર સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, વેક્સિન સપ્લાઈ સહિત કરી આ ત્રણ માંગ
2-3 દિવસમાં મોટો નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ સરકાર
તો મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખે સોમવારે કહ્યુ કે, સરકાર આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લઈ શકે છે. આ ચેન તોડવા માટે એક રસ્તો છે કે સરકાર લૉકડાઉન જેવી સ્થિતિ લાવે. કેન્દ્ર સરકારના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, જો મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે તો સૌથી ઓછી વેક્સિન કેમ આપી રહી છે.
મહારાષ્ટ્રમાં રેમડેસિવિરની કમી પર કેન્દ્રને ઘેરી
અસલમ શેખે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં જ્યાં કેસ આટલા વધી રહ્યાં છે ત્યાં રેમડેસિવિર મળતું નથી અને ગુજરાતમાં ભાજપના કાર્યાલયમાં રેમડેસિવિર વેચવામાં આવી રહ્યાં છે. અમે મુંબઈમાં આવનારા દિવસોમાં 4 જમ્બો સુવિધાઓ ઉભી કરી રહ્યાં છીએ. જેમાં આશરે 5000થી વધુ બેડ, આઈસીયૂ અને વેન્ટિલેટર હશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube