Corona પર સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, વેક્સિન સપ્લાઈ સહિત કરી આ ત્રણ માંગ

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે કોરોનાને કારણે દેશમાં બનેલી ગંભીર સ્થિતિને લઈને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. 

Corona પર સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, વેક્સિન સપ્લાઈ સહિત કરી આ ત્રણ માંગ

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણની વિસ્ફોટક સ્થિતિ બાદ જ્યાં નાઇટ કર્ફ્યૂ સહિત અનેક પ્રકારના પ્રતિબંધો લાગૂ છે તો તેને લઈને રાજનેતાઓની ચિંતા વધી ગઈ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે કોરોનાને કારણે દેશમાં બનેલી ગંભીગ સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. 

પત્રમાં સોનિયાએ પીએમ મોદીને કહ્યુ કે, સંક્રમણની સ્થિતિ અને વધતા કેસો પર વિચાર કરતા રાજ્યોને કોવિડ-19ની રસીની ફાળવણી કરવામાં આવે. આ સાથે કોવિડના વધતા કેસ પર સોનિયા ગાંધીએ કહ્યુ કે, ઉંમરની જગ્યાએ જરૂરીયાતના આધાર પર લોકોને રસીકરણની મંજૂરી આપવામાં આવે. 

— ANI (@ANI) April 12, 2021

આ સિવાય સોનિયા ગાંધીએ કહ્યું કગે, કોવિડ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જીએસટી ફ્રી કરવામાં આવે. તો ત્રીજી માંગ પ્રમાણે મહામારીથી પ્રભાવિત ગરીબોને 6000 રૂપિયા આપવામાં આવે. આ સિવાય મોટા શહેરોથી પરત ફરી રહેલા લોકો માટે ટ્રાન્સપોર્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવે. 

મહત્વનું છે કે આ પહેલા રવિવારે 24 કલાકમાં દેશમાં કોરોનાના 1 લાખ 53 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. શનિવારે પણ કોરોનાથી 839 લોકોના મૃત્યુ થયા હતા. તેની સામે 90584 લોકો સાજા થયા હતા. દેશમાં શુક્રવારે 145384 નવા કેસ નોંધાયા હતા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news