Maharashtra: કેમ ગઈ ઉદ્ધવના મંત્રીની ખુરશી? જાણો 22 વર્ષની પૂજા ચવ્હાણના આપઘાતનું સત્ય
ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણની આત્મહત્યા પાછળ કોઈ મોટા ષડયંત્રની આશંકા છે. પૂજાના પરિવારે ઉદ્ધવ સરકારમાં વન મંત્રી સંજય રાઠોડ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra) ની રાજનીતિમાં રવિવારે અચાનક હલચલ મચી ગઈ. ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી સંજય રાઠોડે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. આ રાજીનામાએ ચર્ચાસ્પદ પૂજા ચવ્હાણ આત્મહત્યા મામલાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે.
ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણની આત્મહત્યાની પાછળ કોઈ મોટા ષડયંત્રની આશંકા છે. પૂજાના પરિવારે ઉદ્ધવ સરકારમાં વન મંત્રી સંજય રાઠોડ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આજે સંજય રાઠોડે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામુ આપી દીધુ છે.
સંજય રાઠોડના રાજીનામાથી હડકંપ
મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોકે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. સૂત્રો પ્રમાણે અનુસાર ટિક ટોક સ્ટારના આત્મહત્યાના મામલાને લઈને વિવાદોમાં ઘેરાયેલા શિવસેના નેતા સંજય રાઠોડના રરિવારે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામુ સોંપી દીધુ. સંજય રાઠોડે સીએમ ઉદ્ધવ ઠાકરેને રાજીનામાનો સ્વીકાર કરવાનો આગ્રહ પણ કર્યો.
આ પણ વાંચોઃ Coronavirus: મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર? હિંગોલીમાં કર્ફ્યૂ, પુણેમાં શાળા-કોલેજ બંધ
ઉદ્ધવ ઠાકરે પર લાગી રહ્યા છે આરોપ
તમને જણાવી દઈએ કે ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણની આત્મહત્યામાં મંત્રી સંજય રાઠોડનું નામ આવ્યા બાદ શિવસેના સરકાર સવાલોના ઘેરામાં છે. સરકાર પર પોતાના મંત્રીને બચાવવાના આરોપ લાગી રહ્યા હતા. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ચિત્રા વાઘે આરોપ લગાવ્યો કે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકાર મંત્રી સંજય રાઠોડને બચાવી રહી છે જેનું નામ એક મહિલાના મોતના મામલામાં જોડાયેલું છે. તેમણે મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી.
સત્ય સામે લાવવા માટે આપ્યું રાજીનામુઃ સંજય રાઠોડ
સંજય રાઠોડે રાજીનામુ આપ્યા બાદ કહ્યુ કે, મહિલાના મોતના મુદ્દાને લઈને સસ્તી રાજનીતિ કરવામાં આવી રહી છે. મેં મંત્રીમંડળમાંથી રાજીનામુ તે માટે આપ્યુ જેથી સત્ય સામે આવી શકે. છેલ્લા 30 વર્ષમાં સામાજીક કાર્ય કરીને બનાવવામાં આવેલી મારી છબીને ખરાબ કરવા અને સન્માન ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ મારન, કરૂણાનિધિ અને ગાંધી પરિવાર પર શાહનો હુમલો, કહ્યું- 2જી, 3જી, 4જી બધા તમિલનાડુમાં છે
પૂર્વ મુખ્યમંત્રી નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, માત્ર મંત્રીનું રાજીનામુ જ પૂરતુ નથી તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી જોઈએ. ભાજપે રાઠોડની સાથે મહિલાની વાતચીત, વીડિયો અને ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ તેના પર મહિલા સાથે સંબંધ હોવાના આરોપ લગાવ્યા હતા.
જાણો કોણ હતી પૂજા ચવ્હાણ
તમને જણાવી દઈએ કે પૂજા ચવ્હાણ બીડ જિલ્લાની રહેવાસી ટિક ટોક સ્ટાર હતી અને અંગ્રેજી શીખવા માટે પોતાના ભાઈની સાથે પુણેમાં રહેતી હતી. તો તેણે બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરી લીધી. તેની ઉંમર માત્ર 22 વર્ષની હતી અને તેમાં કોઈ મોટા ષડયંત્રની આશંકા પરિવારે વ્યક્ત કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર પૂજા અને મંત્રી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે કે કોઈ મોટા આઘાતને સહન ન કરવાને કારણે તેણે આપઘાત કરી લીધો. પરંતુ આ ઘટનાની તપાસ બાદ જ આરોપી મંત્રી અને પૂજા વચ્ચે સંબંધોનો ખુલાસો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube