Maharashtra: ઠાકરેની સરકારમાં એક જ ડે.સીએમ અને તે પણ NCPમાંથી હશે, જાણો કોંગ્રેસને શું મળ્યું?
મહારાષ્ટ્ર(Maharashtra) માં આજે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના(Shivsena)ના વરિષ્ઠ નેતાઓ વચ્ચે સરકાર બનાવવાને લઈને મહત્વની બેઠક થઈ. કોંગ્રેસ(Congress) તરફથી આ બેઠકમાં જ્યાં અહેમદ પટેલ, અને મલ્લિકાર્જૂન ખડગે હાજર રહ્યાં ત્યાં શિવસેના તરફથી પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર(Sharad Pawar) આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) માં આજે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના(Shivsena)ના વરિષ્ઠ નેતાઓ વચ્ચે સરકાર બનાવવાને લઈને મહત્વની બેઠક થઈ. કોંગ્રેસ(Congress) તરફથી આ બેઠકમાં જ્યાં અહેમદ પટેલ, અને મલ્લિકાર્જૂન ખડગે હાજર રહ્યાં ત્યાં શિવસેના તરફથી પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર(Sharad Pawar) આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. બેઠકમાં ત્રણેય પક્ષોએ સંયુક્ત રીતે નિર્ણય લીધો કે મહારાષ્ટ્રમાં એક જ નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) રહેશે અને તે એનસીપીના હશે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે(Praful Patel) બેઠક પૂરી થયા બાદ આ બેઠક અંગે પત્રકારોને માહિતી આપી.
મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની તાજપોશી પહેલા લાગ્યા પોસ્ટર-અજિત પવારને ગણાવ્યાં ભાવિ મુખ્યમંત્રી
Big News: મહારાષ્ટ્રમાં BJPનો ખેલ બગાડનારા શરદ પવાર હવે બની શકે છે 'સુપર બોસ'
દરેક પક્ષમાંથી એક-બે મંત્રી શપથ લઈ શકે છે
તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી એ નિર્ણય નથી લેવાયો કે મહારાષ્ટ્રમાં કેટલા મંત્રીઓ શપથ લેશે. જો કે એ જરૂર છે કે ત્રણેય પક્ષોમાંથી એક કે બે મંત્રીઓને શપથ લેવડાવવામાં આવશે. પટેલે કહ્યું કે મંત્રીઓની સૂચિ પર આજ રાત સુધીમાં નિર્ણય લેવાઈ જશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube