શિવસેના

નાગરિકતા સંશોધન બિલ: ઈમરાનના ઝેર ઓકતા નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નકામા નિવેદનો આપવાની જગ્યાએ પોતાના દેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.

Dec 12, 2019, 05:34 PM IST

નાગરિકતા સંશોધન બિલ પાસ થતા PM મોદીએ કહ્યું- દેશ માટે ઐતિહાસિક દિવસ 

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  લોકસભામાં  સોમવારે પાસ થઈ ગયું છે. આજે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ બિલ પાસ થતા ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. 

Dec 11, 2019, 10:45 PM IST

નાગરિકતા સંશોધન બિલ કેમ જરૂરી? અમિત શાહે ગાંધીજીનો ઉલ્લેખ કરીને આપ્યો જવાબ

નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર રાજ્યસભા (Rajya Sabha) માં ચર્ચાનો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે જો દેશના ધાર્મિક આધાર પર ભાગલા ન પડત તો આ  બિલ ન લાવવું પડ્યું હોત. અમિત શાહે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે આખરે જે લોકોએ શરણાર્થીઓને જખમ આપ્યા છે તે લોકો જ હવે આ જખમોના હાલ પૂછી રહ્યાં છે. તેમણે કહ્યું કે જો કોઈ સરકાર પહેલા જ આ સમસ્યાનું સમાધાન કાઢી લેત તો આ બિલ લાવવું પડ઼્યું નહોત. જો કે આ બિલ આજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયું છે. 

Dec 11, 2019, 10:31 PM IST

નાગરિકતા બિલ પાસ થતા કોંગ્રેસ કાળઝાળ, સોનિયા ગાંધીએ કહ્યું- બંધારણ માટે કાળો દિવસ

 આ ઐતિહાસિક બિલ પાસ થવા ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું કે આજનો દિ વસ ભારતના બંધારણના ઈતિહાસનો કાળો દિવસ છે. 

Dec 11, 2019, 09:54 PM IST

Citizenship Amendment Bill: રાજ્યસભામાં પણ પાસ, મોદી-શાહની જોડીની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ

રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં.

Dec 11, 2019, 09:12 PM IST

Citizenship Amendment Bill: કેમ મુસલમાનોનો સમાવેશ નથી કરાયો? અમિત શાહે આપ્યો જવાબ

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર આજે રાજ્યસભામાં વિપક્ષના અનેક સવાલોના જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) મુસલમાનોને આ બિલમાં કેમ સામેલ કરવામાં નથી આવ્યાં તેનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ બહુમતીમાં છે. આથી તેમના પર અત્યાચાર થવાની શક્યતા બહુ ઓછી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે વિપક્ષ 6 ધર્મના લોકોને સામેલ કરવા બદલ તેમની પ્રશંસા તો નથી કરતો પરંતુ તેમનું બધુ ધ્યાન મુસ્લિમો પર જ ટીકી ગયુ છે. 

Dec 11, 2019, 08:10 PM IST

રાજ્યસભામાં શિવસેના પર શાહે સાધ્યું નિશાન, કહ્યું- 'તમે રાતો રાત તમારું સ્ટેન્ડ કેમ બદલી લીધુ'

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં રજુ કરાયું. બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતાઓએ તેના પર અનેક સવાલો ઉઠાવ્યાં છે. બિલ પર વોટિંગ અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપ્યાં. અમિત શાહે કહ્યું કે જો દેશના ભાગલા ન પડ્યાં હોત તો આ બિલ પણ ક્યારેય લાવવું પડ્યું ન હોત. દેશના ભાગલા બાદ જે પરિસ્થિતિઓ ઊભી થઈ તેના સમાધાન માટે  હું આ બિલ લાવ્યો છું. ગત સરકારો સમાધાન લાવી હોત તો પણ આ બિલ લાવવું ન પડ્યું હોત. 

Dec 11, 2019, 07:10 PM IST

CAB: રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અનેક પક્ષોએ પત્તા ખોલ્યા, જાણો બિલ પાસ થશે કે નહીં

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ આજે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019)  રજુ કરાયું. બિલ પર હજુ પણ ચર્ચા ચાલુ છે. ચર્ચા બાદ બિલ પર મતદાન થશે. કોંગ્રેસે (Congress) નાગરિકતા સંશોધન બિલને વિભાજનકારી ગણાવાયું છે. જનતા દળ સેક્યુલર (JDS)એ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો. સીપીઆઈ પણ બિલના વિરોધમાં છે. પશ્ચિમ બંગાળથી અપક્ષ સાંસદ રીતાબ્રતા બેનરજીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. શિવસેના (Shivsena) એ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન નાગરિકતા સંશોધન બિલ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. બની શકે કે વોટિંગ સમયે તે વોકઆઉટ કરે. રાજ્યસભા (Rajya Sabha) માં બિલ પર ચર્ચા દરમિયાન અનેક પક્ષોએ પોતાના પત્તા ખોલી નાખ્યાં. જેના કારણે સ્પષ્ટ થયું છે કે બિલ પાસ થશે કે નહીં. 

Dec 11, 2019, 07:02 PM IST

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શન હિંસક બન્યું, બસ બાળી મૂકી, ઈન્ટરનેટ બંધ 

એકબાજુ જ્યાં રાજ્યસભામાં દેશભરના સાંસદ  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર ચર્ચા કરી રહ્યાં છે ત્યાં પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam) ભડકે બળ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. સ્થિતિ એવી છે કે બિલનો વિરોધ હવે હિંસક બની રહ્યો છે. આસામની રાજધાની દિસપુરમાં પ્રદર્શનકારીઓએ એક બસ બાળી મૂકી છે. અનેક જગ્યાઓ પર રસ્તા જામ કર્યા છે. વિરોધ પ્રદર્શનના પગલે રાજ્યના મુખ્યમંત્રી સર્બદાનંદ સોનોવાલ (Sarbananda Sonowal)  ગુવાહાટી એરપોર્ટ પર ફસાઈ ગયા હતાં. 

Dec 11, 2019, 06:14 PM IST

CAB: શિવસેનાનો ભાજપ પર કટાક્ષ, 'તમે જે શાળામાં ભણો છો, અમે તેના હેડ માસ્ટર છીએ'

 નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) લોકસભા (Lok Sabha) માં તો પાસ થઈ ગયું અને ત્યાં શિવસેનાએ સમર્થન પણ કર્યું પરંતુ હવે રાજ્યસભા (Rajya Sabha) માં તેણે આંખો દેખાડવા માંડી છે. રાજ્યસભામાં હાલ આ બિલ પર ચર્ચા ચાલુ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આ બિલ પર ચર્ચા દરમિયાન ખુબ જ આક્રમક ટિપ્પણી કરી. તેમણે હિન્દુત્વ મુદ્દે કહ્યું કે ભાજપ નેતા જે શાળાના વિદ્યાર્થી છે, શિવસેના (Shivsena)  નેતા તે શાળાના હેડ માસ્ટર છે. તેમણે કહ્યું કે બિલનો વિરોધ કરનારાઓને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે. તે ખોટું છે. 

Dec 11, 2019, 05:46 PM IST

CAB: આસામમાં ભારે વિરોધ પ્રદર્શન, સેના બોલાવવી પડી, CM સોનોવાલ ગુવાહાટી એરપોર્ટ પર ફસાયા

CAB: આસામમાં આ બિલનો પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સચિવાલયની પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતાં. પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ડિબ્રુગઢમાં સેના (Indian Army) બોલાવવામાં આવી છે.

Dec 11, 2019, 05:25 PM IST

Citizenship Amendment Bill: ભારતમાં જ નહીં, ઈઝરાયેલમાં પણ થઈ ચૂક્યો છે 'સફળ પ્રયોગ'

Citizenship Amendment Bill: ધર્મના આધારે ઈઝરાયેલે સૌથી પહેલા નાગરિક કાયદો 1950માં બનાવ્યો હતો. આ કયદા મુજબ સમગ્ર દુનિયામાં યહૂદી ધર્મને માનનારા લોકો કોઈ પણ રોકટોક વગર ઈઝરાયેલ (Israel) ની નાગરિકતા લઈ શકે છે.

Dec 11, 2019, 04:35 PM IST

Citizenship Amendment Bill: લોકસભામાં પાસ પણ રાજ્યસભામાં શું થશે? અહીં પણ BJPનું પલડું છે ભારે, જુઓ સમીકરણ

Citizenship Amendment Bill: રાજ્યસભામાં હાલ તો મોદી સરકારનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. પરંતુ એ વાત પણ સાચી છે કે જો થોડો પણ ઉલટફેર થયો તો મોદી સરકાર માટે આ બિલ રાજ્યસભામાં પાસ કરાવવા માટે ભારે પડી શકે છે. આવો આપણે જોઈએ કે રાજ્યસભામાં હાલ શું સ્થિતિ છે....નંબરગેમ પ્રમાણે ભાજપ માટે હાલ તો સ્થિતિ સારી છે...

Dec 11, 2019, 03:19 PM IST
Citizenship Bill: Home Minister Amit Shah Introduced Citizenship Bill In Rajya Sabha PT10M25S

Citizenship Bill: રાજ્ય સભામાં ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું નાગરિકતા બિલ

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019) બપોરે 12 વાગે રજૂ કરવામાં આવ્યું. 12 વાગે સદનની કાર્યવાહી શરૂ થતાં જ તેના પર સદનમાં ચર્ચા શરૂ થઇ ગઇ. બિલ રજૂ કરતાં ટીએમસી દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ગૃહ મંત્રી અમિત શાહે બિલ સદનમાં રજૂ કર્યું.

Dec 11, 2019, 03:15 PM IST
Citizenship Bill: Shiv Sena Laid Conditions To Support The Bill PT3M22S

નાગરિકતા બિલ: શિવસેનાએ બિલને સમર્થન માટે શરતો મૂકી

આજે રાજ્ય સભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરવામાં આવશે. સોમવારે ભારે હોબાળા વચ્ચે લોકસભામાં આ બિલ પાસ કરવામાં આવ્યું. સોમવારે રાત્રે બાર વાગ્યા સુધી ભારે હોબાળા બાદ 311 મતથી આ બિલ લોકસભામાં પાસ થયું હતુ. સોમવારે સમગ્ર દિવસ દરમ્યાન નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ મોડી રાત્રે વોટીંગ કરવામાં આવતાં 311 મતની બહુમતી સાથે પાસ થયું હતુ. હવે આ બિલ રાજ્ય સભામાં પાસ કરવા માટે રજૂ થશે. એક સમીકરણ પર મુજબ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ જશે.

Dec 11, 2019, 10:55 AM IST

ધર્મના આધારે જો કોંગ્રેસે ભાગલા ના પાડ્યા હોત તો આ બિલની જરૂર ન પડી હોત: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે આ દેશનું વિભાજન ધર્મનાઆધારે કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, જેથી આ બિલની જરૂર પડી. તેમણે કહ્યું કે આ બિલમાં કોઇ મુસ્લિમનો અધિકાર લેવામાં આવ્યો નથી. ઘણા બધા લોકોને નાગરિકતા મળી પણ છે અને નિયમો અનુસાર એપ્લિકેશન કરતાં આગળ પણ મળશે.

Dec 9, 2019, 03:24 PM IST

નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ, ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ

બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ 0.001 ટકા અલ્પસંખ્યકો વિરૂદ્ધ નથી. બિલને રજૂ કરતાં સદનમાં વિપક્ષી પાર્ટીએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા. 

Dec 9, 2019, 12:51 PM IST

નાગરિકતા સંશોધન બિલ: શિવસેનાનો વિરોધ, કહ્યું 'હિંદુ-મુસલમાનમાં અદ્રશ્ય ભાગલાનો પ્રયત્ન કરી રહી છે BJP'

શિવસેના (Shiv Sena)એ નાગરિકતા સંસોધન બિલ (Citizenship Amendment Bill)નો વિરોધ કરી રહ્યા છે. શિવસેનાએ કહ્યું કે આ બિલ દ્વારા ભાજપ (bjp) હિંદુ મુસલમાન વચ્ચે અદ્રશ્ય ભાગલાનો પ્રયત્ન કરી રહી છે. 

Dec 9, 2019, 10:55 AM IST
Amit Shah To Introduce Citizenship Research Bill In Lok Sabha PT2M7S

લોકસભામાં અમિત શાહ રજૂ કરશે નાગરિકતા સંશોધન બિલ

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment bill) રજૂ કરશે. ભાજપે (BJP) પોતાના તમામ સાંસદોને 9થી 11 ડિસેમ્બર સુધી લોકસભામાં હાજર રહેવાનું કહ્યું છે. આ બિલ આવ્યાં બાદ પાડોશી દેશોમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકશે. જો કે અસમ અને ઉત્તર-પૂર્વમાં બિલને લઈને વિરોધ ચાલુ જ છે. આ બાજુ આ બિલ પર કોંગ્રેસ (Congress) નું શું સ્ટેન્ડ રહેશે તેને લઈને કોંગ્રેસ સંસદીય સમિતિની બેઠક નવી દિલ્હીમાં 10 જનપથમાં થઈ. સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે કોંગ્રેસ નેતાઓની બેઠક થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના (Shivsena) પણ આ બિલનું સમર્થન કરી શકે છે.

Dec 9, 2019, 09:55 AM IST

અમિત શાહ આજે લોકસભામાં રજૂ કરશે નાગરિકતા સંશોધન બિલ, શિવસેના કરી શકે છે સમર્થન

લોકસભામાં 303 સાંસદો સાથે બહુમત ધરાવતી ભાજપ માટે નીચલા ગૃહમાં આ બિલ પાસ કરાવવું સરળ છે. જો કે રાજ્યસભામાં આ બિલને મંજૂરી અપાવતા પહેલા તેણે ગણિત જોવું પડશે.

Dec 8, 2019, 11:54 PM IST