Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે MVA એ CM ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે જો એકવાર (શિવસેના) ધારાસભ્ય મુંબઇ પરત આવશે તો સ્થિતિ બદલાઇ જશે. સાથે જ તેમણે કહ્યું કે બધા જાણે છે, કેવી રીતે શિવસેનાના બાગી ધારાસભ્યોને ગુજરાત અને પછી અસમના ગુવાહાટી લઇ જવામાં આવ્યા. અમે તેમની મદદ કરનારાઓના નામ લેવાની જરૂર નથી. અસમ સરકાર તેમની મદદ કરી રહી છે. મારે આગળ કોઇનું નામ લેવાની જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભામાં થશે નિર્ણય
આ ઉપરાંત તેમણે કહ્યું કે બહુમતનો નિર્ણય વિધાનસભામાં થશે. તે ધારાસભ્યોને કહ્યું અસમમાં નહી મુંબઇમાં નિર્ણય થશે. તેમણે કહ્યું કે ફ્લોર ટેસ્ટમાં બહુમત ખબર પડી જશે. પવારે સરકારની પ્રશંસા કરતાં એ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સારું કામ કર્યું છે. પવારે પોતાના નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરી દીધું કે તેમની પાસ બધો આંકડો છે. 

પ્યાદા વડે જ 'બાદશાહ'ને પાડી દેવાની ચાલ ચાલી રહ્યા છે શિંદે, સત્તાના ખેલને રજૂ કરી રહી છે આ તસવીર


આ તરફ શિંદે જૂથ સરકાર બનાવવા તૈયાર
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર બચાવવાના આ નિવેદનથી બિલકુલ બીજી તરફ શિંદે જૂથના નેતા ભરત ગોગવલેએ Zee News ને કહ્યું કે તેમની સરકાર બનવી નક્કી છે. તેમણે ડેપ્યુટી સ્પીકરથી અલગ જૂથને માન્યતા આપવાની માંગ કરી છે. સાથે તેમણે કહ્યું કે અમે 8 થી 10 માં સરકાર બનાવી લઇશું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપનું સમર્થન તેમને જ મળી રહ્યું છે. 

સરકાર બનાવવાની તૈયારીમાં શિંદે જૂથ, શિવસેનાને આંચકો, વધુ બે ધારાસભ્યોએ છોડ્યો સાથ


શિંદેના પક્ષમાં બોલ!
તમને જણાવી દઇએ કે હાલ બોલ શિંદેના પક્ષમાં છે. તેમણે ભાજપ અને શિવસેના બંને તરફથી પ્રસ્તાવ આપવામાં આવી રહ્યા છે. શિવસેના નેતા સંજય રાઉતે પણ કહ્યું કે જો તમામ ધારાસભ્ય ઇચ્છશે તો તે મહા વિકાસ અઘાડીથી બાહર નિકળવા પર વિચાર કરી શકે છે. આ ઉપરાંત ભાજપ તરફથી તેમણે સરકાર બનાવવા માટે સમર્થનની ઓફર આપવામાં આવી રહી છે. 

Maharashtra Political Crisis: એકનાથ શિંદેના ગ્રુપના બંને હાથમાં લાડવા! ભાજપ અને શિવસેના બંનેએ આપી આ ઓફર


ભાજપે આપી આ ઓફર
ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જો NDA ના પક્ષમાં સામેલ થાય છે તો તેમને 13 મંત્રી પદ અને કેન્દ્રીય મંત્રીઓના પદ પણ આપવામાં આવશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube