સરકાર બનાવવાની તૈયારીમાં શિંદે જૂથ, શિવસેનાને આંચકો, વધુ બે ધારાસભ્યોએ છોડ્યો સાથ

અસમના ગુવાહાટીમાં રોકાયેલા મહારાષ્ટ્રના બાગી જૂથ હવે સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. એકનાથ શિંદે તરફથી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને એક પત્ર લખવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે હવે શિંદે જૂથ અલગ જ તૈયારીમાં છે.

સરકાર બનાવવાની તૈયારીમાં શિંદે જૂથ, શિવસેનાને આંચકો, વધુ બે ધારાસભ્યોએ છોડ્યો સાથ

Eknath Shinde going to make govt: અસમના ગુવાહાટીમાં રોકાયેલા મહારાષ્ટ્રના બાગી જૂથ હવે સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. એકનાથ શિંદે તરફથી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને એક પત્ર લખવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે હવે શિંદે જૂથ અલગ જ તૈયારીમાં છે. તેના લીધે કહેવામાં આવી રહ્યું છે કે જલદી જ મહારાષ્ટ્રમાં મોટા ઉલટફેર જોવા મળશે. આ રાજકીય રસાકસી વચ્ચે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી રવાના થઇ ગયા છે. 

સરકાર બનાવવામાં કેટલા સફળ શિંદે? 
સૂત્રોનું માનીએ તો શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે. તે પત્રમાં તમામ ધારાસભ્યોની સહી છે અને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને અલગ જૂથ તરીકે માન્યતા આપવામાં આવશે. એવામાં અત્યારે એ સ્પષ્ટ નથી કે શિંદે જૂથે કોના સમર્થનથી પત્ર લખ્યો છે. તમને જણાવી દઇએ કે તેમને સરકાર બનાવવા માટે અથવા ભાજપનું સમર્થન જોઇશે અથવા પછી જૂના ગઠબંધનમાં સામેલ થવું પડશે. 

અટકી રહી નથી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ
સાથે જ નોંધનીય વાત એ પણ છે કે હાલ ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. સમાચાર છે કે શિવસેનાના વધુ 2 ધારાસભ્ય તૂટી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેનો સંદેશ લઇને સુરત ગયેલા ધારાસભ્ય રવિ ફાટક વધુ એક અન્ય ધારાસભ્ય સાથે ગુવાહાટી પહોંચી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે તે પણ શિંદે જૂથમાં સામેલ થઇ શકે છે. 

શિંદેના પક્ષમાં બોલ!
તમને જણાવી દઇએ કે હાલ બોલ શિંદેના પક્ષમાં છે. તેમણે ભાજપ અને શિવસેના બંને તરફથી પ્રસ્તાવ આપવામાં આવી રહ્યા છે. શિવસેના નેતા સંજય રાઉતે પણ કહ્યું કે જો તમામ ધારાસભ્ય ઇચ્છશે તો તે મહા વિકાસ અઘાડીથી બાહર નિકળવા પર વિચાર કરી શકે છે. આ ઉપરાંત ભાજપ તરફથી તેમણે સરકાર બનાવવા માટે સમર્થનની ઓફર આપવામાં આવી રહી છે. 

ભાજપે આપી આ ઓફર
ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જો NDA ના પક્ષમાં સામેલ થાય છે તો તેમને 13 મંત્રી પદ અને કેન્દ્રીય મંત્રીઓના પદ પણ આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news