મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલી કરાવવાનો આરોપ લગાવનાર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને થોડા દિવસ પહેલા પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમના આ દાવા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ ઘટનાક્રમને લઈને અનિલ દેશમુખના રાજીનામાની માંગ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, પરમબીરના આ ખુલાસા જિટેલિનની સ્ટીક કરતા પણ વધુ વિસ્ફોટક છે. દેશમુખને તત્કાલ પદ પરથી હટાવી ઉદ્ધવ સરકાર પાસે મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં લગભગ આ પ્રથમ મામલો હશે જ્યારે કોઈ મોટા પોલીસ અધિકારીએ સીએમને આટલા ગંભીર આરોપ લગાવતો પત્ર લખ્યો હોય. તો ગૃહમંત્રી અનિલ દેશમુખે વસૂલીના આરોપ પર સફાઈ આપી ત્યારબાદ ભાજપ સાંસદ મનોજ કોટકનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ, આ વસૂલી કરતી સરકાર છે. આ પત્રમાં સત્ય સામે આવ્યુ છે. તેથી અનિલ દેશમુખ, પરમબીર સિંહ અને સચિન વઝે ત્રણેયના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. 


આ પણ વાંચોઃ Corona: મહારાષ્ટ્રમાં એક દિવસમાં 27 હજારથી વધુ કેસ, આદિત્ય ઠાકરે પણ થયા સંક્રમિત  


દેશમુખને પદ પર રહેવાનો હક નથીઃ કિરીટ સોમૈયા
ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ પણ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમનું કહેવું છે કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે કહ્યુ કે, મુંબઈમાં વસૂલી ચાલી રહી છે અને સચિન વઝે ગૃહમંત્રીના એજન્ટ હતા. બીયર બાર અને અન્ય સ્થળોથી પૈસા વસૂલ કરવામાં આવી રહ્યાં છે. અનિલ દેશમુખને હવે પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમને પદ પરથી હટાવી દેવા જોઈએ. 


આવુ કામ ક્યારેય થયું નથીઃ રામ કદમ
તો ભાજપના એક અન્ય નેતા રામ કદમે કહ્યુ કે, 16 મહિનાથી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર છે. દર મહિને 16 કરોડના હિસાબથી 1600 કરોડ રૂપિયા થઈ ગયા. ઘણા જિલ્લા અને ઘણા શહેર છે, ત્યાંથી પણ કરોડો રૂપિયા લેવામાં આવ્યા હશે. પોલીસ ડિપાર્ટમેન્ટ એક ડિપાર્ટમેન્ટ છે. તે પ્રકારે 22 વિભાગ છે તો શું દરેક મંત્રીને પોતાના વિભાગોને વસૂલી કરવાના આદેશ આપ્યા છે. સરકાર જનતાની રક્ષા માટે હોય છે, પરંતુ ત્રણ દળોની સરકાર જનતાનું શોષણ કરી રહી છે. આટલું ખરાબ કામ ક્યારેય થયું નથી. જો થોડી પણ શરમ બચી હોય તો ગૃહમંત્રી તત્કાલ રાજીનામુ આપે. 


પરમબીરે દેશમુખ પર 100 કરોડ વસૂલીનો લગાવ્યો આરોપ
ઉલ્લેખનીય છે કે શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ઘણા મોટા આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસકર્મી સચિન વઝેને દેશમુખે દર મહિને 100 કરોડની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેટિન ભરેલી સ્કોર્પિયો મળવાના મામલામાં સચિન વઝેની ધરપકડ થઈ ચુકી છે. પરમબીર પ્રમાણે મુંબઈના બીયર બાર અને રેસ્ટોરન્ટમાંથી આ પૈસા વસૂલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ વાત સચિન વઝેએ તેને જણાવી હતી. તો પરમબીરના આરોપો પર દેશમુખે કહ્યુ કે, આ તદ્દન પાયાવિહોણા આરોપો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube