Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષ નેતાના પદ પર ઠાકરે જૂથનો દાવો, એનસીપી-કોંગ્રેસ પણ લડાઈમાં
Maharashtra Politics: પૂર્વ સીએમ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજ્ય વિધાન પરિષદમાં નેતા વિપક્ષ પદ માટે દાવો રજૂ કર્યો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સત્તામાંથી બહાર થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજ્ય વિધાન પરિષદમાં નેતા વિપક્ષના પદ માટે દાવો કર્યો છે. તેના વિપક્ષના પદ માટે રેસમાં કોંગ્રેસ અને એનસીપી પણ છે. વિધાન પરિષદમાં શિવસેનાની પાસે 11 સભ્ય છે. ઉદ્ધવ ઠાકરે પોતાના વિશ્વાસુ અનિલ પરબને નેતા વિપક્ષ બનાવવાની તૈયારી છે. જ્યારે કોંગ્રેસ અને એનસીપી પાસે વિધાન પરિષદમાં 10-10 સભ્ય છે.
સૂત્રોના હવાલાથી માહિતી છે કે એનસીપી એકનાથ ખડસેને વિધાન પરિષદમાં વિપક્ષ નેતા બનાવવા ઈચ્છે છે. જ્યારે કોંગ્રેસ મોહન કદમ, રાજેશ રાઠોડ કે સતેજ પાટીલમાંથી કોઈ એક નેતાને વિપક્ષ કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસ અને એનસીપીએ ચૂંટણી મળીને લડી હતી, જેથી બંને સંયુક્ત પત્ર વિધાન પરિષદના સભાપતિને સોંપી શકે છે.
આ પણ વાંચોઃ શું રેસ્ટોરન્ટ અને ઝોમેટોના ભાવમાં હોય છે અંતર? એક પોસ્ટથી થયો ખુલાસો
ગઠબંધનના જૂના સાથીઓ વચ્ચે લડાઈ
મહત્વનું છે કે શિવસેના એમએલસીના એક પ્રતિનિધિમંડળ, મનીષા કાયંડે, સચિન અહીર, અંબાદાસ દાનવે, વિલાસ પોટનિસ અને સુનીલ શિંદેએ સોમવારે પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરહે સાથે મુલાકાત કરી હતી અને એલઓપી તથા મુખ્ય સચેતક પદ માટે દાવો રજૂ કર્યો હતો. નેતા વિપક્ષની દોડ મુખ્ય રૂપથી એનસીપી અને શિવસેના વચ્ચે જોવા મળી રહી છે. શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી રાજ્ય વિધાનમંડળના ઉચ્ચ ગૃહમાં શિવસેનાથી માત્ર બે ઓછા છે. અહીં કેટલાક સભ્યો પાર્ટી બદલે તેવી આશંકા છે.
શું છે મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્થિતિ?
78 સભ્યોની મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં 24 સભ્યો ભાજપના, શિવસેનાના 12 અને કોંગ્રેસ તથા એનસીપીના 10-10 સભ્યો છે. જ્યારે લોક ભારતી, પીઝેન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા અને રાષ્ટ્રીય સમાજ પક્ષના એક-એક સભ્ય છે. વિધાન પરિષદમાં ચાર અપક્ષ પણ છે, જ્યારે 15 સીટો ખાલી છે.
આ પણ વાંચોઃ યાસીન મલિકે કર્યું હતું પૂર્વ CM ની પુત્રીનું અપહરણ, રૂબૈયા સઈદે કોર્ટમાં કરી ઓળખ
બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ ગુમાવી હતી સત્તા
શિવસેનાનું આ પગલું પાર્ટીમાં વિદ્રોહ બાદ આવ્યું છે, જેના કારણે તેના 55 ધારાસભ્યો બે જૂથમાં વિભાજીત થઈ ગયા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને 40 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે, જ્યારે 15એ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે છે. બળવાને કારણે મહાવિકાસ અઘાડી સરકારનું નેતૃત્વ કરી રહેલા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube