શું રેસ્ટોરન્ટ અને ઝોમેટોના ભાવમાં હોય છે અંતર? એક પોસ્ટથી થયો ખુલાસો

Zomato Food Order: આજકાલ લોકો ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એક નવી ચર્ચા શરૂ થઈ છે. રેસ્ટોરન્ટમાંથી ઓફલાઇન ફૂડના ભાવ અને ઓનલાઇન એપ્લીકેશન પરથી કરવામાં આવતા ઓર્ડરના ભાવમાં ખુબ અંતર જોવા મળે છે. અમારી ટીમે આ મુદ્દાની તપાસ કરી છે. તમે પણ જાણો. 

શું રેસ્ટોરન્ટ અને ઝોમેટોના ભાવમાં હોય છે અંતર? એક પોસ્ટથી થયો ખુલાસો

મુંબઈઃ આપણે બધા આજકાલ જમવા માટે ઓનલાઇન ફૂડનો ઓર્ડર કરવા માટે ફૂડ ડિલીવરી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તે વિચારીને કે એપ્લીકેશન પર ભોજન સસ્તુ મળી રહે છે, પરંતુ રેસ્ટોરન્ટની અસલી કિંમતો અને સ્વિગી-ઝોમેટોની કિંમતોમાં અંતર જોવા મળે છે. તેની તપાસ માટે અમારી ટીમ મુંબઈના એક રેસ્ટોરન્ટની તપાસ કરવા માટે પહોંચી ત્યારે હકીકતની જાણ થઈ હતી. આ રેસ્ટોરન્ટમાં ખાવાની કિંમત અને ઓનલાઇન એપ્લીકેશનની કિંમતોમાં અમને 15-20 રૂપિયાનું અંતર જોવા મળ્યું હતું. 

થોડા દિવસ પહેલા પણ આ મુદ્દો આવ્યો હતો ચર્ચામાં
થોડા દિવસ પહેલા રાહુલ કાબરા નામના એક ગ્રાહક સાથે પણ આવી ઘટના બની હતી. લિંક્ડઇન યૂઝર રાહુલ કાબરાએ ઝોમેટોના ઓર્ડરનું બિલ અને તે ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી હતી. જેમાં કુલ ઓર્ડર રકમમાં ઘણું અંતર હતું. ઓર્ડર મુંબઈની એક રેસ્ટોરન્ટ ધ મોમો ફેક્ટ્રીનો હતો અને તેમાં આ આઇટમ સામેલ હતી- વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇઝ અને મશરૂમ મોમો. રાહુલ કાબરાએ કેપ્શનમાં લખ્યું- હું ઓનલાઇન વિરુદ્ધ ઓફલાઇન ઓર્ડરની તુલના કરી રહ્યો છું. મેં જોયુ છે- ઓફલાઇન ઓર્ડરની કિંમત-  INR 512, Zomato ઓર્ડરની કિંમત - INR 690 (75 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ)  INR 178 = (690-512)/512 પર દરેક ઓર્ડરના ખર્ચમાં  34.76% નો વધારો.

No alternative text description for this image

Zomato એ કરી સ્પષ્ટતા
આ વાયરલ પોસ્ટ બાદ ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ જવાબ આપ્યો હતો. કંપનીએ કહ્યું કે, એક ગ્રાહક અને એક રેસ્ટોરન્ટ વચ્ચે એક મધ્યસ્થ મંચ છે, જેનો અમારા પ્લેટફોર્મ પર રેસ્ટોરન્ટ ભાગીદારો દ્વારા લાગૂ  કરવામાં આવેલી કિંમતો પર કોઈ નિયંત્રણ નથી. અમે રેસ્ટોરન્ટ પાર્ટનરને તમારી પ્રતિક્રિયાથી માહિતગાર કરાવી દીધા છે અને તેને આ વાત પર ધ્યાન આપવાની વિનંતી કરી છે. 

સામાન્ય લોકોએ આપી પ્રતિક્રિયા
અમારી ટીમે લોકો સાથે વાત કરી તો લોકોએ કહ્યું કે અમને આ વાતની જાણકારી હતી પરંતુ આળસ અને સુવિધાના ચક્કરમાં તે વધુ પૈસા આપે છે. કેટલાક લોકોનું કહેવું હતું કે આ ઓનલાઇન એપ્લીકેશન પૈસા વધુ લે છે તેનાથી મોટી સમસ્યા છે ભોજનની ક્વોલિટી અને કોન્ટેટીને લઈને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news