નવી દિલ્હીઃ 22 માર્ચના દિવસે પણ કોરોનાનો કહેર જારી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 24645 નવા કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન વધુ 58 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સોમવારે 19463 દર્દીઓ સાજા થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા 22,34,330 પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં વર્તમાન રિકવરી રેટ 89.22 ટકા છે. મહારાષ્ટ્રમાં કેસ ફેટેલિટી રેટ 2.13 ટકા છે. કેસ ફેટેલિટી રેટનો મતલબ છે કે 100 દર્દીઓમાંથી કેટલા લોકોના મૃત્યુ થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 1,84,62,030 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી કુલ 25,04,327 લોકો સંક્રમિત આવ્યા છે. મહારાષ્ટ્રમાં વર્તમાનમાં 10,63,077 લોકો હોમ ક્વોરેન્ટાઈન છે. તો સરકારી સંસ્થાઓમાં 11,092 લોકો ક્વોરેન્ટાઈન છે. મહારાષ્ટ્રમાં આશરે 2,15,241 એક્ટિવ કોરોનાના દર્દીઓ છે. 


આ પણ વાંચોઃ Telangana: સૂર્યાપેટમાં કબડ્ડી મેચ દરમિયાન ગેલેરી ધરાશાયી, 100થી વધુ દર્શકો ઈજાગ્રસ્ત  


મુંબઈમાં પણ BMC એ નિયમો કડક કરી દીધા છે. માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 44 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. BMCના અધિકારીઓએ 20 માર્ચે જ માસ્ક ન પહેરવા બદલ 25 લાખનો દંડ વસૂલ કર્યો છે. કોરોનાને જોતા રેલવે સ્ટેશન, બસ સ્ટેશનથી લઈને એરપોર્ટ પર આવતા-જતા યાત્રીકો પર આકરી નજર રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના અડધાથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. 


તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં રવિવારના દિવસે 30535 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 99 લોકોના મૃત્યુ થયા હતા.  માત્ર મુંબઈમાં જ 3775 કેસ નોંધાયા હતા. મુંબઈની રાહ પર હવે નાગપુર ચાલી રહ્યું છે. નાગપુરમાં પણ 3614 કેસ સામે આવ્યા હતા. તેનાથી માહિતી મળે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ કેટલી ભયાનક છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube