Telangana: સૂર્યાપેટમાં કબડ્ડી મેચ દરમિયાન ગેલેરી ધરાશાયી, 100થી વધુ દર્શકો ઈજાગ્રસ્ત

દુર્ઘટના બાદ તત્કાલ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી દુર્ઘટનામાં કોઈ જાનહાનીની સૂચના મળી નથી. 
 

Telangana: સૂર્યાપેટમાં કબડ્ડી મેચ દરમિયાન ગેલેરી ધરાશાયી, 100થી વધુ દર્શકો ઈજાગ્રસ્ત

હૈદરાબાદઃ તેલંગણાના સૂર્યાપેટ (Suryapet) જિલ્લામાં સોમવારે એક કબડ્ડી મેચ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. જાણકારી પ્રમાણે લોખંડના પાઇપથી બનાવેલી એક ગેલેરી ધરાશાયી થઈ. તેના કારણે અહીં હાજર આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. દુર્ઘટના તયા બાદ અહીં રાહત-બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બધા ઈજાગ્રસ્તનો નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

જાણકારી પ્રમાણે તેલંગણાના સૂર્યાપેટ જિલ્લામાં સોમવારે તેલંગણા કબડ્ડી એસોસિએશન તરફથી કબડ્ડી મેચનું આયોજન કરાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અહીં બનાવેલી ગેલેરી પર દર્શકો બેસી ગયા હતા. વધુ વજનને કારણે આ ગેલેરી તૂટી ગઈ. ત્યારબાદ ત્યાં હાજર 100થી વધુ દર્શક ગેલેરીની નીચે બદાવાથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. 

— Syed Rizwan Qadri (@Qadrisyedrizwan) March 22, 2021

ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ
દુર્ઘટના બાદ તત્કાલ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી દુર્ઘટનામાં કોઈ જાનહાનીની સૂચના મળી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news