Corona: મુંબઈમાં સતત બીજા દિવસે બે હજારથી ઓછા કેસ, જાણો શું છે મહારાષ્ટ્રની સ્થિતિ
મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના 40956 નવા કેસ આવ્યા અને કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,79,929 થઈ ગઈ છે. તો મુંબઈમાં સતત બીજા દિવસે કોરોનાના બે હજારથી ઓછા કેસ સામે આવ્યા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોવિડ-19ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને મંગળવારે સંક્રમણના 1717 નવા કેસ સામે આવ્યા અને આ દરમિયાન 51 દર્દીઓના મૃત્યુ થયા છે.
બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ જણાવ્યું કે, નવા કેસ સામે આવ્યા બાદ મુંબઈમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 6,79,986 થઈ ગઈ, તો આ મહામારીથી મૃત્યુઆંક 13942 થઈ ગઈ છે.
મુંબઈમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના કેસની સંખ્યા બે હજારથી ઓછી રહી છે. આ પહેલા ચાર એપ્રિલે રેકોર્ડ 11163 કેસ સામે આવ્યા હતા. આ પહેલા સોમવારે સંક્રમણના 1794 નવા કેસ સામે આવ્યા હતા અને 74 દર્દીઓના મોત થયા હતા.
આ પણ વાંચોઃ Bharat Biotech એ 18 રાજ્યોને મોકલી Covaxin, કહ્યું- યથાવત રહેશે રસીકરણની પ્રક્રિયા
શું છે મહારાષ્ટ્રની સ્થિતિ
મહારાષ્ટ્રની વાત કરીએ તો મંગળવારે કોવિડ-19ના 40956 નવા કેસ આવ્યા અને કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,79,929 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આ દરમિયાન સંક્રમણથી 793 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 77,191 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં એક દિવસ પહેલા સંક્રમણના 37,236 નવા કેસ સામે આવ્યા હતા.
આ સમય દરમિયાન રાજ્યભરમાં 71,966 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. આમ અત્યાર સુધી 45,41,391 લોકો સંક્રમણ મુક્ત થી ગયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5,58,996 છે. સોમવારે 31 માર્ચ બાદ પ્રથમવાર કોરોના સંક્રમણનો આંકડો 40 હજારથી ઓછો રહ્યો હતો.
આ પણ વાંચોઃ Corona ની હાલની સ્થિતિને કારણે G7 સંમેલનમાં ભાગ લેવા બ્રિટન જશે નહીં પ્રધાનમંત્રી મોદી
દેશમાં કોવિડથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 31 માર્ચે 39,544 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી સાજા થવાનો દર 87.67 ટકા થઈ ગયો છે. રાજ્યમાં મૃત્યુદર 1.49 ટકા છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube