Corona ની હાલની સ્થિતિને કારણે G7 સંમેલનમાં ભાગ લેવા બ્રિટન જશે નહીં પ્રધાનમંત્રી મોદી

કોર્નવોલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજીત થવા જઈ રહેલા જી-7 સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ (Special Invitee) આપવામાં આવ્યું હતું. 
 
Corona ની હાલની સ્થિતિને કારણે G7 સંમેલનમાં ભાગ લેવા બ્રિટન જશે નહીં પ્રધાનમંત્રી મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આગામી મહિને જી-7 સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલયેવ એક નિવેદન જાહેર કરી મંગળવારે કહ્યું- 'યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન તરફથી જી-7 સંમેલનમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આપેલા આમંત્રણની પ્રશંસા કરીએ છીએ. પરંતુ કોવિડ-19ની હાલની સ્થિતિને જોતા તે નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી જી-7 સંમેલનમાં વ્યક્તિગત રીતે હાજર રહેશે નહીં.'

કોર્નવોલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજીત થવા જઈ રહેલા જી-7 સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ (Special Invitee) આપવામાં આવ્યું હતું. 

— ANI (@ANI) May 11, 2021

એવુ કહેવામાં આવી રહ્યું હતું કે ક્વાડ નેતાઓ જેમ કે- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા અને પીએમ મોદી વચ્ચે જી-7 સંમેલનથી ઇતર કોર્નવોલમાં વ્યક્તિગત રીતે બેઠક યોજાશે. 

આ પહેલા ચારેય નેતાઓ વચ્ચે 12 માર્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી, જે ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક હતી. જી-7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યૂનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news