Maharashtra માં એક દિવસમાં 55 હજારથી વધુ કેસ, 297 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 55 હજાર 469 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 31 લાખ 13 હજાર 354 થઈ ગયા છે. રાજ્યમાં વધુ 297 દર્દીઓના મૃત્યુ થયા છે.
મુંબઈઃ સમગ્ર દેશમાં મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55 હજાર 469 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 31,13,354 થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં 297 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ મહારાષ્ટ્રમાં 34256 લોકો સાજા થયા છે. અત્યાર સુધી વાયરસથી 25,83,331 લોકો રિકવર થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 56,330 લોકોના જીવ લીધા છે.
મહારાષ્ટ્રમાં સોમવારે 47 હજાર 288 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા અને 155 દર્દીઓના મૃત્યુ થયા છે. તો રવિવારે રાજ્યમાં સંક્રમણના 57074 નવા કેસ સામે આવ્યા હતા. જે કોઈ એક દિવસમાં રાજ્યમાં સર્વાધિક સંખ્યા હતી.
Corona: દિલ્હીમાં આજે 5100થી વધુ કેસ, રાજ્યમાં આજથી નાઇટ કર્ફ્યૂ લાગૂ
આ વચ્ચે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લા તંત્રએ બહારથી આવનાર લોકો માટે આરટી-પીસીઆર તપાસ ફરજીયાત કરી દીધી છે. કોલ્હાપુર કલેક્ટર દૌલત દેસાઈએ મંગળવારે કહ્યુ, જિલ્લામાં કોવિડ-19નો પ્રસાર હજુ ઓછો છે પરંતુ પુણે, સાંગલી અને સતારા જેવા પાડોશી જિલ્લામાં સંક્રમણના વધુ કેસ સામે આવી રહ્યાં છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube