મુંબઈમાં 25-26 ઓગસ્ટના રોજ ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક થવાની છે. તે પહેલા એક ઓગસ્ટના રોજ એનસીપીના પ્રમુખ શરદ પવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છે. વિવિધ રાજકીય પક્ષોનું એક પ્રતિનિધિમંડળ આજે તેમને મળવાનું છે. તેમને આ કાર્યક્રમમાં સામેલ ન થવા માટે મનાવવાની કોશિશ પણ કરશે. મંગળવારે પુનાના એસપી કોલેજ મેદાનમાં પીએમ મોદીનો એક સમારોહ છે. તેમાં તેમને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શરદ પવારનો પીએમ મોદી સાથે મંચ શેર કરવાનું અને તેમને પુરસ્કાર આપવાનો કાર્યક્રમ છે. આ સમગ્ર પ્રકરણ પર એનસીપીની સહયોગી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ  કહ્યું છે કે શરદ પવારનો આ નિર્ણય યોગ્ય લાગતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજવાદી નેતા બાબા આધવના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળમાં એનસીપી (શરદ જૂથ), કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), આમ આદમી પાર્ટી અને સીપીઆઈ(એમ)ના નેતા સામેલ છે. તેઓ રવિવારે સાંજે પવારને મળવાના હતા પરંતુ એનસીપી નેતાએ તેમને કાલનો સમય આપ્યો નહીં. 


એનસીપી નેતાએ પણ કર્યો વિરોધ
એનસીપીના રાજ્યસભા સાંસદ વંદના ચૌહાણે કહ્યું કે વ્યક્તિગત રીતે હું મારી પાર્ટી પ્રમુખના પીએમ મોદી સાથે મંચ શેર કરવાની વિરુદ્ધમાં છું. જેમણે અમારી પાર્ટી તોડી અને અમારા પર  ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. મે પવાર સાહેબને આ કાર્યક્રમથી દૂર રહેવાનો આગ્રહ કર્યો છે. જો કે તેમણે કહ્યું કે તેમણે જ પીએમ મોદીને સમારોહમાં આમંત્રિત કર્યા હતા. સન્માન સમારોહનું આયોજન કરી રહેલા તિલક ટ્રસ્ટના સભ્યોના સમજાવવા પર તેમણે આમ કર્યું. આ અજિત પવારના નેતૃત્વવાળા બળવા પહેલાનું હતું. 


શરદ પવારે યોગ્ય કર્યું છે? એમ પૂછવામાં આવતા એનસીપીના પુના પ્રમુખ પ્રશાંત જગતાપે કહ્યું કે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અમારા પાર્ટી પ્રમુખની મુલાકાત કરશે જેથી કરીને તેમને કાર્યક્રમમાં સામેલ ન થવા માટે મનાવી શકાય. આજે તેઓ પુના આવ્યા નથી આથી અમે સોમવારે સવારે તેમને મળીશું અને તેમને સમારોહમાં સામેલ ન થવા માટે આગ્રહ કરીશું. 


આ મામલે કોંગ્રેસે કહ્યું કે કાર્યક્રમમાં સામેલ થવું કે ન થવું તે નિર્ણય એનસીપી પ્રમુખ પર નિર્ભર છે. જ્યારે શિવસેના (યુબીટી) પોતાના વલણ પર સ્પષ્ટ રહી છે. તેમણે  કહ્યું કે શરદ પવારે પીએમ મોદીનું અભિનંદન કરતા ન જોવું જોઈએ. 


સંજય રાઉતે કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રી ઈન્ડિયાના ઘટક પક્ષોને ભાત ભાતના નામ આપી રહ્યા છે અને જયારે તેમણે અને તેમની પાર્ટીએ એનસીપીને બરબાદ કરી નાખી છે તો એનસીપી પ્રમુખ આ કાર્યક્રમમાં સામેલ થાય તે યોગ્ય લાગતું નથી. રાઉતે કહ્યું કે ભાજપે એનસીપીને બે ટુકડામાં વહેંચી છે એટલું જ નહીં પીએમ મોદીએ એનસીપીને ભ્રષ્ટ પાર્ટી પણ ગણાવી છે. જો એનસીપીને આટલું નુકસાન થયું હોય તો તેમની પાર્ટીના પ્રમુખ પ્રધાનમંત્રીનું અભિનંદન કેવી રીતે કરી શકે? આમ કરીને શરદ પવાર પોતાની છબી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે. મને લાગે છે કે પવારે આ સમારોહમાં સામેલ થવાથી બચવું જોઈએ. રાઉતે કહ્યું કે આ કાર્યક્રમમાં સામેલ થઈને શરદ પવાર ખોટો સંકેત આપશે. આ લોકો અને એનસીપી  કાર્યકરો તથા સમર્થકોના મનમાં ભ્રમ પેદા કરશે. તેનો અર્થ એ હશે કે અજિત પવારને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષનું સમર્થન મળેલું છે. 


વીબીએ પ્રમુખ પ્રકાશ આંબેડકરે કહ્યું કે શરદ પવારનો નિર્ણય એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે અજિત પવારના તથાકથિત વિદ્રોને તેમનું સમર્થન મળેલું છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ બધુ નાટક હતું. આ કાર્યક્રમમાં સામેલ થઈને શરદ પવાર ભાજપના કૃત્યને યોગ્યતા પ્રદાન કરશે. તમે તમારી પાર્ટીને બે ભાગમાં તોડવા બદલ તે વ્યક્તિનું સન્માન કરો છો. આ કલ્પના બહારનું છે. 


કોંગ્રેસે શું કહ્યું
કોંગ્રેસ તે પ્રતિનિધિમંડળનો ભાગ હશે તે શરદ પવારની મુલાકાત કરશે? આ સવાલના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા અતુલ લોંઢેએ કહ્યું કે અમારા પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે પહેલા જ કહી ચૂક્યા ચે કે સમારોહમાં સામેલ થવું કે નહીં એ અંગે નિર્ણય એનસીપી પ્રમુખે લેવાનો છે. આ મુદ્દાને અમે પવાર પર છોડી રહ્યા છીએ. વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે આ મામલે ટિપ્પણી કરવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે આ તેમનો નિર્ણય છે અને તેઓ આ વિશે બોલવા માટે યોગ્ય વ્યક્તિ છે. જો હું કઈ પણ કહીશ તો તેના પર ગઠબંધનમાં તિરાડ પડશે. હું નથી ઈચ્છતો કે આમ થાય. હું ઈચ્છુ છું કે એવીએ ગઠબંધન યથાવત રહે અને અમારી પાસે લડવા માટે એક મોટો દુશ્મન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube