મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં રાજ્યની કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. જોકે, ભાજપ-શવિસેના ગઠબંધન બહુમતના આંકડાને પાર કરી ગયું છે, પરંતુ બંને પાર્ટીઓમાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ ચાલી રહી છે. આ કારણે અનેક રાજકીય અટકળો ચાલી રહી છે. ક્યારેક એવું કહેવાય છે કે, શિવસેના એનસીલીને ટેકો આપશે તો ક્યાંક કોંગ્રેસ પણ શિવસેનાને ટેકો આપે એવી અટકળો લગાવાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ અટકળો અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદેએ જણાવ્યું કે, તેમની પાર્ટી શિવસેનાને ક્યારેય ટેકો નહીં આપે. રાજ્યની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમત મળ્યો નથી. અખબારોમાં ચર્ચા છે કે કોંગ્રેસ કોને ટેકો આપશે? અમારી પાર્ટી ધર્મનિરપેક્ષ છે, ધર્મ-જાતિનું રાજકારણ ખેલનારાને અમે ટેકો આપી શકીએ નહીં. 


BJP-શિવસેનાની સત્તાની લડાઈમાં આ ખેડૂતે રાજ્યપાલને કહ્યું- 'મને બનાવી દો મહારાષ્ટ્રનો CM'


તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક નેતા દિલ્હી ગયા છે તો તે અંગે હું જાણતો નથી. અમે જનાદેશનો સ્વીકાર કર્યો છે. અમે વિરોધ પક્ષમાં બેસીશું અને જનતાની સેવા કરીશું. 


મહારાષ્ટ્ર: શિવસેના-BJPના રાજકીય ઘમાસાણ વચ્ચે શું છે કોંગ્રેસ-NCPની રણનીતિ? આ રહ્યો જવાબ


સ્પીકરના મુદ્દે પણ થશે ખેંચતાણ
મહારાષ્ટ્રામં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ભેગામળીને સરકાર બનાવે એવી શક્યતા ક્યાંય દેખાતી નથી, પરંતુ આ ત્રણેય પક્ષ સ્પીકરની ચૂંટણીમાં એક-બીજાની સાથે આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. સ્પીકરની ચૂંટણીનું પરિણામ પણ રાજ્યના રાજકારણની દિશા નક્કી કરશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....