BJP-શિવસેનાની સત્તાની લડાઈમાં આ ખેડૂતે રાજ્યપાલને કહ્યું- 'મને બનાવી દો મહારાષ્ટ્રનો CM'

મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shiv Sena) અને ભાજપ (BJP) વચ્ચે ખેંચતાણના પગલે રાજ્યમાં સરકારની રચના ટળી રહી છે.

BJP-શિવસેનાની સત્તાની લડાઈમાં આ ખેડૂતે રાજ્યપાલને કહ્યું- 'મને બનાવી દો મહારાષ્ટ્રનો CM'

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shiv Sena) અને ભાજપ (BJP) વચ્ચે ખેંચતાણના પગલે રાજ્યમાં સરકારની રચના ટળી રહી છે. ભાજપ-શિવસેના વચ્ચે આ રસાકસીના પગલે એક ખેડૂતે રાજ્યપાલને પત્ર લખીને કહ્યું છે કે જ્યાં સુધી સીએમ પદનો મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી તેને મુખ્યમંત્રી બનાવવામાં આવે. 

— ANI (@ANI) November 1, 2019

બીડ જિલ્લાના ખેડૂત શ્રીકાંત વી ગડાલેએ રાજ્યપાલને પત્ર લખીને કહ્યું છે કે ખેડૂતો માટે આ મુશ્કેલ સમય છે અને કમૌસમી વરસાદે પાકને બરબાદ કરી દીધો છે. રાજ્યમાં એક સરકારની સખત જરૂર છે. અત્રે જણાવવાનું કે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી રસાકસીના કારણે રાજ્યમાં નવી સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે. હકીકતમાં શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડી છે. શિવસેનાનું કહેવું છે કે 50-50ના ફોર્મ્યુલાના આધારે જ ગઠબંધન નક્કી થયું હતું જ્યારે ભાજપનું કહેવું છે કે ગઠબંધન વખતે 50-50 પર કોઈ વાત થઈ નહતી. 

જુઓ LIVE TV

આ અગાઉ ગુરુવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિધાયક દળની બેઠકમાં કહ્યું હતું કે અમે સત્તા ભૂખ્યા નથી પરંતુ  ભાજપ સાથે જે વાત થઈ છે તેણે તેનું પાલન કરવું જોઈએ. મુખ્યમંત્રી પદ હંમેશા કોઈ એક વ્યક્તિ માટે કાયમ રહેતુ નથી. અમારી સંખ્યા સારી છે. મુખ્યમંત્રી પદ અમારો હક છે અને તે અમારી જિદ છે. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકસભા સમયે 50-50 ફોર્મ્યુલા નક્કી થયો, ભાજપને તે માન્ય નથી તો શું વાત કરું. નવા પ્રકારે વાત નહીં થાય. જે નક્કી થયું છે તે રીતે જ વાત શરૂ થશે. તેમણે પોતાના વિધાયકોને કહ્યું કે સત્તા માટે તમે કોઈ ખોટું પગલું નહીં ભરો તેનો વિશ્વાસ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news