નવી દિલ્હી: આઝાદી કોને ન ગમે પરંતુ જે દિવસે દેશને આઝાદી મળી ત્યારે મહાત્મા ગાંધી આ ખાસ અવસરે ખુશ નહતાં. 14 ઓગસ્ટ 1947ની રાતે જ્યારે બંધારણ સભાની બેઠક થઈ રહી હતી ત્યારે રાષ્ટ્રપિતાના નામને લઈને શરૂ થયેલી તે સભાની બહાર મહાત્મા ગાંધીની જયના નારા લાગી રહ્યાં હતાં. પરંતુ આ બધા વચ્ચે મહાત્મા ગાંધી ત્યાં હાજર નહતાં. વાત જાણે એમ હતી કે એકબાજુ જ્યારે આખો દેશ આઝાદીના જશ્નમાં હતો ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આ બધાથી દૂર અનશન પર હતાં. હિંદુઓ અને મુસલમાનો વચ્ચે છેડાયેલી સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે તેઓ પશ્ચિમ બંગાળના નોઆખલીમાં 24 કલાકના ઉપવાસ પર બેઠા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે સમયે મહાત્મા ગાંધીએ કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લીધો નહતો કે તિરંગો પણ લહેરાવ્યો નહતો. પરંતુ આ બધા પાછળ એક ખાસ કારણ હતું. ભારતના વિભાજનની એક એવી ઘટના ઘટી જેણે હજારો લોકોના જીવની બલી લઈ લીધી હતી. 16 ઓગસ્ટ 1946ના રોજ કોલકાતામાં હિંદુ મુસલમાન રમખાણો શરૂ થઈ ગયા હતાં જે સમગ્ર બંગાળમાં ધીરે ધીરે ફેલાઈ ગયા હતાં. 


મહાત્મા ગાંધીનું કહેવું હતું કે જે આઝાદી માટે તેમણે આટલો સંઘર્ષ કર્યો તેની કિંમત ભારતના વિભાજન સ્વરૂપમાં ચૂકવવી પડી. મહાત્મા ગાંધીનું કહેવું હતું કે શું તમે કત્લેઆમ વચ્ચે ઉત્સવ મનવવા માંગો છો?


14 ઓગસ્ટ 1947ની સાંજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ બાપુની મુલાકાત કરી હતી અને તેમને 15 ઓગસ્ટના રોજ થનારા કાર્યક્રમોમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો પરંતુ તે સમયે બાપુએ કહ્યું કે ચારેબાજુ લોકો ભૂખમરાથી મરી રહ્યાં છે અને શું આ બધા વચ્ચે તમે ઉત્સવ મનાવવા માંગો છો.


આ અગાઉ ભારત 15 ઓગસ્ટે આઝાદ થશે,  તેના પર જ્યારે સહમતિ બની ગઈ ત્યારે જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ મહાત્મા ગાંધીને પત્ર લખીને સમારોહમાં સામેલ થવાની વિનંતી કરી હતી.