ઓવરટેકનું પરિણામ! મોતની ચીચયારીઓથી ગુંજ્યુ કાસગંજ, શ્રદ્ધાળુઓને પાવન સ્નાન નહીં, મળ્યું મોત
Kasganj Tractor Trolley: ઉત્તરપ્રદેશના કાસગંજ મોતની ચીચયારીઓથી ગુંજી ઉઠ્યું. મહા સુદ પૂનમના પાવન દિવસે ગંગા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓના પાણીમાં ડૂબતા મોત થઈ ગયા, આ ઘટના કાસગંજન નજીક તળાવ પાસે બની..
Kasganj Tractor Trolley Accident: મહા સુદ પૂર્ણિમાએ તળાવ પૂજન અને નદીમાં સ્નાનનો અનેરો મહિમા છે પરંતુ આ પાવન દિવસ કાસગંજના લોકો માટે ગોજારો સાબિત થયો. અહીં પવિત્ર ગંગા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો અને એકસાથે 22 લોકોના કરૂણ મોત થઈ ગયા.
- મહાપૂર્ણિમાએ મોટી દુર્ઘટના
- ગંગા સ્નાન કરવા જતા મળ્યું ‘મોત'
- મોતની ચીચયારીઓથી ગુંજ્યુ કાસગંજ
- શ્રદ્ધાળુઓને પાવન સ્નાન નહીં.. મળ્યું મોત
- ઓવરટેકનું પરિણામ... 22 લોકોનો લેવાયો ભોગ !
- તળાવમાં ખાબક્યું ટ્રેક્ટર-ટ્રોલી
- મૃતકોમાં 7 બાળકોનો સમાવેશ
ઉત્તરપ્રદેશના કાસગંજ મોતની ચીચયારીઓથી ગુંજી ઉઠ્યું. મહા સુદ પૂનમના પાવન દિવસે ગંગા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓના પાણીમાં ડૂબતા મોત થઈ ગયા, આ ઘટના કાસગંજન નજીક તળાવ પાસે બની.. જ્યાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર અન ટ્રોલી તળાવમાં ખાબકતા 22 લોકો મોતને ભેટ્યા. જેમા 7 બાળકોનો પણ સમાવેશ થાય છે.
ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર તમામ લોકો મહાપૂનમના સ્નાન માટે ગંગા નદીના કાંઠે જઈ રહ્યા હતા.. જે દરમિયાન કાસગંજમાં એક વાહનને ઓવરટેક કરવા દરમિયાન ટ્રેક્ટર બેકાબૂ બન્યું હતું. જે રસ્તાની નજીક આવેલા 7થી 8 ફૂટ ઊંડા તળાવમાં ખાબક્યું હતું. જેના કારણે 22 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઉપરાંત 15થી 20 લોકો પણ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ઘટના અંગ જાણ થતા અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં બચાવકાર્યમાં લાગ્યા હતા. બીજીતરફ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સમગ્ર ઘટનાને લઈને સંવેદન વ્યક્ત કરી છે. સાથે જ મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય, જ્યારે કે ઘાયલોને 50 હજારની સહાય જાહેર કરી. જોકે ડ્રાઈવરની નાનકડી ઉતાવળે 22 લોકોને મોતના મુખમાં ધકેલી દીધા...