નવી દિલ્હી : ભારતે રાજસ્થાન વિદ્યુત વિતરણ ક્ષેત્રમાં પ્રદર્શન સુધારવા માટે 25 કરોડ ડોલરની એક ડેવલપમેન્ટ પોલીસી લોન (ડીપીએલ) પર સાઇન કર્યા છે. આ કોન્ટ્રાક્ટ કેન્દ્ર સરકાર, રાજસ્થાન સરકાર અને વિશ્વ બેંક વચ્ચે થયો છે. હકીકતમાં રાજસ્થાનમાં વીજળી વિતરણ સેક્ટરના વ્યાપક કાયાપલટ માટે ડિઝાઇન કરવામાં આવેલા બે તબક્કામાંથી બીજા તબક્કા માટે આ લોન મળી છે. પહેલા તબક્કાની લોન ગયા વર્ષે માર્ચ મહિનામાં મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યુત વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) રાજસ્થાનમાં લગભગ 95 લાખ વપરાશકારોને વીજળી ઉપલબ્ધ કરાવે છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં વિતરણ સેક્ટરને મજબૂત બનાવવાનું, ઉર્જા ખરીદીના ખર્ચને ઘટાડવાનું તેમજ સંચાલન પ્રદર્શનને સુધારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. 


આ પ્લાનિંગમાં ડિસ્કોમની લોનનું મેનેજમેન્ટ કરવાનું તેમજ આ ક્ષેત્રમાં નાણાંકીય પુન:ગઠન અને રિકવરીને સુધારવાનું પણ શામેલ છે. આર્થિક મામલાના સંયુક્ત સચિવ સમીર કુમાર ખરેએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ રાજ્યને રાજકોષીય સ્થિરતા આપશે. આ લોનની વપરાશની અવધિ ત્રણ વર્ષ અને ચૂકવવાનો સમયગાળો 21 વર્ષ છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...