શ્રીનગર : જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના મામા સરતાજ મદનીએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના ઉપાધ્યક્ષ પદ પરથી સોમવારે રાજીનામું આપી દીધું છે. ભારતીય જનતા પાર્ટીએ સમર્થન પાછું લઈ લીધું એ પછી મદનીનું રાજીમાનું મહેબૂબા માટે બીજો એક ઝટકો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે ત્રણ અઠવાડિયા પહેલાં જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઇમરાન અંસારી અને તેના કાકા આ્બ્દી અંસારી સહિત અનેક ધારાસભ્યોએ મહેબૂબા મુફ્તી પર ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવીને સવાલ કર્યો હતો કે આખરે પૂર્વ મુખ્યમંત્રી તેમની આસપાસ મિત્રો અને પરિવારજનોનું ટોળું કેમ ભેગું કરે છે? મદનીએ કહ્યું છે કે તેણે પોતાનું રાજીનામું પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને સોંપી દીધું છે. માનવામાં આવે છે કે મદનીનું રાજીનામું હકીકતમાં પાર્ટીથી નારાજ ધારાસભ્યોને પાછા લાવવાનો રસ્તો છે. 


મદની 2014માં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના દેવસર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી હારી ગયા હતા. હકીકતમાં પાર્ટીના અસંતુષ્ટ નેતા સતત મદની અને કેટલાક નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે.


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...