બિહાર : બિહારના જમુઈ જિલ્લામાં 'સ્વચ્છ જમુઈ સ્વસ્થ જમુઈ' પરિકલ્પનાને સાકાર કરવાના પ્રયાસમાં જિલ્લા જલ તેમજ સ્વચ્છતા સમિતીએ અજબ છબરડો કર્યો છે. અહીં જાગૃતિ ફેલાવવા માટે તેમજ પ્રચાર-પ્રસાર કરવા માટે એક નોટબુક બનાવવામાં આવી છે અને નોટબુકના કવર પેજની બ્રાન્ડ એમ્બેસેડર એક પાકિસ્તાની બાળકીને બનાવવામાં આવી છે. સ્વચ્છતા સમિતીએ જ્યારે આ છપાયેલી તસવીરની તપાસ કરી તો બાળકી પેઇન્ટિંગ સ્પર્ધામાં પાકિસ્તાનનો ઝંડો બનાવતી નજરે ચડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલ પર આ તસવીર સર્ચ કરવામાં આવી ત્યારે આખો મામલો સામે આ્વ્યો. હકીકતમાં પાકિસ્તાનમાં કામ કરી રહેલ યુનિસેફે આ બાળકીની તસવીરનો ઉપયોગ શિક્ષાના પ્રચાર-પ્રસારમાં કરે છે. આ સાથે પાકિસ્તાનમાં આ તસવીરને એક બ્રાન્ડ તરીકે વાપરવામાં આવે છે. જિલ્લા જલ તેમજ સ્વચ્છતા સમિતીએ આ તમામ નોટબુકનું વિતરણ જિલ્લાની તમામ સ્કૂલ, આંગનવાડી કેન્દ્ર તેમજ કસ્તુરબા વિદ્યાલયના બાળકોને કર્યું છે. 


જિન્નાહ વિવાદ : હજારો વિદ્યાર્થીઓનો AMU સર્કલ પર જમાવડો, ઇન્ટરનેટ બંધ અને કલમ 144 લાગુ


પટનાની પ્રિન્ટિંગ પ્રેસ સુપ્રભ એન્ટરપ્રાઇઝ દ્વારા નોટબુકનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે. જિલ્લા જલ તેમજ સ્વચ્છતા સમિતી દ્વારા આ નોટબુક છાપવાનો ઓર્ડર પ્રિન્ટિંગ પ્રેસને આપવામાં આવ્યો હતો. કવરપેજ પર પાકિસ્તાનની છોકરીની તસવીર મામલે પ્રોપરાઇટરે જણાવ્યં છે કે પ્રિન્ટિંગ પહેલાં તસવીરને પરવાનગી માટે સમિતિને મોકલવામાં આવી હતી અને પરમિશન મળ્યા પછી જ પ્રિન્ટિંગ કરવામાં આ્વ્યું છે. આ મામલે જિલાઅધિકારીએ મામલાની તપાસ કરવાની બાંહેધરી આપી હતી અને કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું.