નવી દિલ્હી : ભારતીય સેનાના એક મેજરની પત્ની સાથે દોસ્તી કર્યા બાદ એની ઘાતકી હત્યા કરવાના ગુનામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. હત્યારા મેજર નિખિલ રાય હાંડાના શેતાની દિમાગનો વધુ એક સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. ફેસબુક પર શૈલજા દ્વિવેદીની પ્રોફાઇલ જોયા બાદ હાંડા એના પ્રેમમાં પાગલ થયો હતો અને એને પામવા માટે એના પતિ મેજર સાથે દોસ્તી કેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેજરની પત્ની શૈલજા દ્વિવેદીની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા મેજર નિખિલ રાય હાંડા પાસેથી પોલીસને ચોંકાવનારી વિગતો સાંપડી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર સેનામાં મેજર હાંડાના અન્ય કોઇ ખાસ મિત્રો ન હતા. જોકે તે ફેસબુક સતત સક્રિય રહેતો હતો. જેને પગલે 2015માં એ શૈલજા સાથે સંપર્કમાં આવ્યો હતો. શૈલજા સાથે સંપર્કમાં આવ્યા બાદ એ પ્રેમમાં પાગલ થઇ ગયો હતો.


શૈલજાને પામવા માટે બેબાકળો થયો હતો અને એ માટે હાંડાએ શૈલજાના પતિ અમિત દ્વિવેદી સાથે દોસ્તી કેળવી હતી. તે નાગાલેન્ડમાં બંને એકસાથે ફરજ બજાવતાં તેમજ બંને એકબીજાના પડોશી બન્યા હતા. આ દરમિયાન દોસ્તી ગાઢ બનતાં તે શૈલજાના ઘરે આવતો જતો હતો. બંને વચ્ચેની દોસ્તી આગળ જતાં આડા સંબંધમાં પરિણમી હતી. જોકે એક દિવસે પતિ અમિત દ્વિવેદીએ બંને વચ્ચેનો વીડિયો કોલિંગનો વીડિયો જોઇ લેતાં મામલો પર્દાફાશ થયો હતો. જેને પગલે સંબંધો વણસ્યા હતા અને અમિતે નિખિલને ઘરે ન આવવા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. 


મેજરની પત્નીની હત્યા મુદ્દે મેજરની ધરપકડ, આખરી વખત મૃતકા સાથે દેખાયો હતો: સુત્ર


આ દરમિયાન જ્યારે હાંડાને શૈલજા સાથે મળવાનો મોકો મળ્યો તો એણે બોલાવી લગ્ન માટે કહ્યું હતું. પરંતુ શૈલજાએ આ માટે ના કહેતાં એની હત્યા કરી દીધી અને અકસ્માતમાં ખપાવવા માટે એની પર કાર ફેરવી દીધી હતી. જોકે પોલીસે હત્યાના 24 કલાકમાં મેજર નિખિલ હાંડાની ધરપકડ કરી લીધી હતી. 


હત્યા બાદ ભાઇને કર્યો ફોન
મેજર નિખિલ હાંડાના પિતા પણ નેવલ ઓફિસર છે હાંડા એના ભાઇ રજતથી નજીક છે. એણે હત્યા કર્યા બાદ ભાઇ રજતને પહેલો ફોન કર્યો હતો અને વિગત જણાવી હતી.