દિલ્હી પોલીસે ઇસ્લામિક-ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા 5 આતંકીઓની કરી ધરપકડ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાંચ આતંકીઓની ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે આ બધા ઇસ્લામિક અને ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા છે.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શકરપુર વિસ્તારમાં એનકાઉન્ટર દરમિયાન પાંચ આતંકીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકીઓમાં ત્રણ કાશ્મીર અને બે પંજાબના રહેવાસી છે. જાણવા મળી રહ્યું છે કે આ બધા ઇસ્લામિક અને ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા છે. લાંબા સમયથી તેને લઈને ઓપરેશન ચાલી રહ્યું હતું. પોલીસ થોડીવારમાં પત્રકાર પરિષદ કરશે.
સૂત્રો પ્રમાણે ધરપકડ કરાયેલા પાંચમાંથી બે આતંકી પંજાબના છે. આ બધા તરનતારનમાં શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સિંહ સંધૂની હત્યામાં સામેલ હતા. બલવિંદર સિંહે પંજાબમાં આતંકવાદ વિરુદ્ધ લાંબી લડાઈ લડી હતી. તેમની હત્યા પાછલા દિવસોમાં પંજાબના તરનતારન જિલ્લામાં કરવામાં આવી હતી. હાલ ધરપકડ કરાયેલા આતંકીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ લગ્નના ગણતરીના કલાકો પહેલા દુલ્હન નીકળી કોરોના પોઝિટિવ, પ્રશાસનના શ્વાસ અદ્ધર
દિલ્હી પોલીસના સૂત્રો પ્રમાણે પંજાબના ગુરદાસપુરમાં રહેનાર ગુરજીત સિંહ અને સુખદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના અયૂબ પઠાણ, શબ્બીર અને રિયાઝને પોલીસે એનકાઉન્ટમાં ઝડપી લીધા છે. આ લોકોનો ઉપયોગ પાકિસ્તાન ગુપ્ત એજન્સી ભારતમાં આતંકવાદ અને ડ્રગની તસ્કરી માટે કરતું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube