લગ્નના ગણતરીના કલાકો પહેલા દુલ્હન નીકળી કોરોના પોઝિટિવ, પ્રશાસનના શ્વાસ અદ્ધર

કોરોના વાયરસના કારણે લોકોના તમામ કામો પ્રભાવિત થયા છે. એવો જ એક મામલો રાજસ્થાનમાં પણ જોવા મળ્યો. જ્યાં એક કપલે કોવિડ સેન્ટરમાં લગ્ન કર્યા. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 
લગ્નના ગણતરીના કલાકો પહેલા દુલ્હન નીકળી કોરોના પોઝિટિવ, પ્રશાસનના શ્વાસ અદ્ધર

બારા: કોરોના વાયરસના કારણે લોકોના તમામ કામો પ્રભાવિત થયા છે. એવો જ એક મામલો રાજસ્થાનમાં પણ જોવા મળ્યો. જ્યાં એક કપલે કોવિડ સેન્ટરમાં લગ્ન કર્યા. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયોમાં એક યુવક અને યુવતી ઉપરાંત ત્રણથી ચાર લોકો જોવા મળે છે. વીડિયોમાં પંડિતજી મંત્રોચ્ચાર કરીને તમામ રીતિ રિવાજોથી લગ્ન કરાવતા જોવા મળે છે. આ દરમિયાન દુલ્હા અને દુલ્હને પીપીઈ કિટ પહેરેલી છે. 

રાજસ્થાનના બારા જિલ્લામાં શાહબાદ તહસીલ વિસ્તારના કેલવાડા કસ્બામાં એક લગ્ન સમારોહમાં દુલ્હન કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ આવી જેના કારણે વિવાહ સ્થળ પર તો જાણે હડકંપ મચી ગયો. 

પ્રશાસન ઘટના સ્થળે પહોંચ્યું અને લગ્ન સમારોહ સ્થળે જઈને તપાસ કરી તથા દુલ્હનને કોવિડ સેન્ટર પહોંચાડી તથા સંબંધીઓની તપાસ શરૂ કરી દેવાઈ. ત્યારબાદ દુલ્હનના પરિજનોએ જિલ્લા કલેક્ટર અને ઉપખંડ સ્તરના અધિકારીઓ સાથે વાતચીત કરી અને કોવિડ સેન્ટરમાં જ સરકારી ગાઈડલાઈનના નિયમોનું પાલન કરીને પીપીઈ કિટ પહેરીને લગ્ન પૂરા કરાવ્યા. 

આ અનોખા લગ્ન આખા દેશમાં ચર્ચાનું કારણ બન્યા છે. જો કે વિવાહ પૂરો કરાયો ત્યારે દુલ્હા દુલ્હન અને તેમના માતા પિતા જ ત્યાં હાજર રહ્યા હતા. તથા પ્રશાસનના કેટલાક ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર હિન્દુ રિતિ રિવાજથી લગ્ન પૂરા કરાવ્યા બાદ બધાને કોવિડ સેન્ટરમાં જ રાખવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news