નવી દિલ્હી: હિંદુઓના મુખ્ય તહેવારોમાં મકર સંક્રાંતિ (Makar Sankranti)નો તહેવાર મુખ્ય છે. આમ તો મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે જોતિષીય ગણતરીનું માની તો આ તહેવાર 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. જોકે આ દિવસે સૂર્ય, ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલા માટે આ ક્રિયાને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો મકર સંક્રાંતિ (Makar Sankranti)ના શુભ મુહૂર્તની વાત કરીએ તો સ્નાન સવારના સમયે કરવું શુભ છે. તો સંક્રાંતિ આવતીકાલે 07:19 વાગે છે. તેનો પુણ્યકાળ 07:19 થી 12:31 વાગ્યા સુધી રહેશે અને તેનો મહાપુણ્ય કાળ 07:19 થી 09:03 વાગ્યા સુધી રહેશે. આ વખતે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે જેથી સૂર્ય 14 જાન્યુઆરીના રાત્રે 2:07 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. જોકે આ ક્રિયા 14 જાન્યુઆરીના રોજ અડધી રાત્રે થશે એટલા માટે આ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. 


મકર સંક્રાંતિ (Makar Sankranti) ઉજવવા પાછળની કહાની એ છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરે ગયા હતા અને પોતાની નાગજગીને ભુલાવી દીધી હતી. એટલા માટે માન્યતા છે કે આ દિવસે પુણ્ય કરવાથી લાભ મળે છે અને સુખમાં વધારો થાય છે. આ ઉપરાંત ભારતમાં આ દિવસને એટલા માટે પણ ખાસ ગણવામાં આવે છે કારણ કે લોકો ખાસકરીને આ દિવસે પતંગ ઉડાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube