નવી દિલ્હીઃ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં આ દિવસોમાં સતત ઉઠાપટક ચાલી રહી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે બિહાર ચૂંટણીના પરિણામો બાદ પાર્ટીને આત્મવિશ્લેષણ કરવાની સલાહ આપી તો કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે, તેમણે પાર્ટી છોડી દેવી જોઈએ. હવે મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે પોતાના સાથીઓ (કોંગ્રેસ નેતાઓ)ને ફટકાર લગાવી છે. મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીને નબળી કરવા માટે કોંગ્રેસ નેતાઓને જવાબદાર ઠેરવ્યા અને પાર્ટીના નેતા હોવાની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉભા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ પર ખડગેએ કહ્યુ, 'હું કેટલાક વરિષ્ઠ નેતા (કોંગ્રેસ પાર્ટીના નેતા'ની તરફથી પાર્ટી (કોંગ્રેસ) અને આપણા નેતાઓને લઈને આપવામાં આવેલા નિવેદનોને કારણે દુખી છું. તેમણે કહ્યું, 'એક તરફ અમારી સામે ભાજપ-આરએસએસનો પડકાર છે અને બીજીતરફ અમારી પાર્ટીનો આંતરિક વિવાદ. જ્યાં સુધી આપણે આપણા લોકો નબળા પાડતા રહેશે ત્યાં સુધી અમે આગળ વધી શકીએ નહીં. જો અમારી વિચારધારા નબળી પડે તો અમે ખતમ થઈ જશું.'


ગેહલોતે સિબ્બલની કરી આલોચના
આત્મવિશ્લેષણની સલાહ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે તબક્કાવાર ટ્વીટ કરીને આલોચના કરી હતી. તેમણે ચેતવણી આપી કે તે પાર્ટીના આંતરિક મુદ્દાની જાહેરમાં ચર્ચા ન કરે, નેતૃત્વમાં વિશ્વાસ રાખે. ભૂતકાળના ઉદાહરણોનો ઉલ્લેખ કરતા ગેહલોતે ટ્વીટ કર્યુ કે, જ્યારે-જ્યારે સંકટ આવ્યું છે, કોંગ્રેસ પહેલાથી વધુ મજબૂત કરીને ઉભરી છે. આ ક્રમમાં તેમણે એક તરફથી કબૂલ કર્યુ કે પાર્ટી સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. 


નગરોટા ઓપરેશન બાદ બોલ્યા સેના પ્રમુખ- LoC પાર કરનાર આતંકવાદી જીતવા નહીં બચે


'અમે હારેલા અને બીમાર બંન્ને છીએ'
ખડગેએ કહ્યુ, 'એક જૂની કહેવત છે કે હાર અને પરિવારમાં બીમારી થવા પર પોતાના સાચા મિત્રોની ઓળખ થાય છે. પરંતુ અમે હવે હારેલા અને બીમાર બંન્ને છીએ. તેવામાં અમે જાણવા ઈચ્છશું કે અમારી સાથે કોણ છે અને કોણ નહીં.' પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ શીર્ષ નેતૃત્વને નિશાન બનાવનારા નેતાઓની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, તે પોતાના ક્ષેત્રમાં ત્યાં સુધી કે નગર સેવલ પણ પેદા કરતા નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube