કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ( Mamata Banerjee) વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યા છે. ભલે તેમની પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને વિધાયકો સતત પાટલી બદલીને ભાજપમાં સામેલ થઈ રહ્યા હોય પરંતુ તેનાથી બિલકુલ ચિંતામુક્ત થઈને મુખ્યમંત્રી એક બાંગ્લા સંગીત કાર્યક્રમમાં ખુબ જ હળવા અંદાજમાં જોવા મળ્યા. સીએમ મમતા બેનરજી આ દરમિયાન સંથાલી નૃત્યાંગના બસંતી હેમ્બ્રમ અને સ્થાનિક લોક કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

COVID-19 New Strain: કોરોનાના નવા સ્વરૂપની ભારતમાં એન્ટ્રી? આ રાજ્યમાં મળ્યો શંકાસ્પદ દર્દી


મુખ્યમંત્રી મમતા બેનરજીનો અનોખો અંદાજ
રાજ્ય સરકારના કાર્યક્રમમાં અનેક સંગીતકાર, ગાયકો, અને નૃત્ય કલાકાર સામેલ થયા. મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) એ આયોજન દરમિયાન લોક કલાકારોને સન્માનિત પણ કર્યા. તેમણે સંથાલી ડાન્સર બસંતી હેબ્રમ(Basanti Hembram) ને પણ સન્માનિત કર્યા. રાજનીતિક હિંસા અને રાજકીય નિવેદનબાજીની કડવાહટ ભરેલા માહોલમાં મમતા બેનરજી તેમની સાથે મંચ પર ધીરે ધીરે ડાન્સ કરતા પણ જોવા મળ્યા. 


Visva-Bharati University centenary celebrations: ટાગોરના ચિંતન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે વિશ્વભારતી: PM મોદી


નામ લીધા વગર ભાજપ પર સાધ્યું નિશાન
જો કે મમતા આ આયોજન દરમિયાન પણ ભાજપ પર નિશાન સાંધવાનું ચૂક્યા નહીં. તેમણે મંચ પરથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમને પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં ભાજપનું નામ લીધા વગર કહ્યું કે બંગાળ ઉત્કૃષ્ટતા અને મેઘાને મહત્વ આપે છે. બંગાળને ક્યારેય ગુજરાતમાં ફેરવી શકાશે નહીં. મમતા બેનરજીએ કહ્યું કે બંગાલે જ રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને દેશને જય હિન્દનો નારો આપ્યો છે. 


Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયું


અગાઉ ભાજપ પાસે માંગી હતી ઢોકળા ટ્રીટ
મમતા બેનરજીએ હાલમાં જ આંકડા બહાર પાડીને પ્રદેશ સરકારના કામ ગણાવ્યા હતા. મમતા બેનરજીએ ગૃહમંત્રી અમિત શાહને પડકાર ફેંક્યો હતો કે કાં તો તેઓ તેમને ખોટા સાબિત કરે અથવા તો પછી ઢોકળા ટ્રીટ (પાર્ટી) આપે. તેમણે એમ પણ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને માપદંડો પર કેન્દ્રના આંકડા કરતા સારું પ્રદર્શન કરે છે. બંગાળના નાગરિકોને 100 દિવસનું કામ આપવામાં, ગ્રામીણ આવાસ, ગ્રામીણ રસ્તા, ઈ ટેન્ડરિંગ, અને ઈ ગવર્નન્સમાં તેમની સરકાર નંબર વન છે. મમતા બેનરજીએ કહ્યું કે બંગાળની સ્ટેટ જીડીપી તેમના કાર્યકાળમાં 2.6 ગણી વધી ગઈ છે. બંગાળમાં એક કરોડ નવી રોજગારી તકો સર્જાઈ. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube