મમતા Vs સીબીઆઈ: પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે? રાજનાથે રાજ્યપાલ પાસે માંગ્યો રિપોર્ટ
કોલકાતામાં મુખ્યમંમત્રી મમતા બેનરજી હાલ ધરણા પર બેસી ગયા છે. કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ મામલે મમતા અને કેન્દ્ર સરકાર તથા સીબીઆઈ આમને સામને છે. ખુબ તણાવનો માહોલ છે
નવી દિલ્હી: કોલકાતામાં મુખ્યમંમત્રી મમતા બેનરજી હાલ ધરણા પર બેસી ગયા છે. કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ મામલે મમતા અને કેન્દ્ર સરકાર તથા સીબીઆઈ આમને સામને છે. ખુબ તણાવનો માહોલ છે. રાજ્યની તાજા પરિસ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પાસે રિપોર્ટ માંગ્યો છે. તેમણે રાજ્યપાલને રાજ્યના હાલના હાલાતની સમીક્ષા કરીને આજ સાંજ સુધી રિપોર્ટ આપવાનું કહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્ર સિંહે સંસદમાં કહ્યું કે મમતા સરકાર બંધારણને આધીન રહીને કામ કરે તો સારું રહેશે નહીં તો કેન્દ્ર સરકાર કલમ 356 (રાષ્ટ્રપતિ શાસન) પર વિચાર કરી શકે છે.
આટલા હજાર કરોડનું છે શારદા ચીટ ફંડ કૌભાંડ, જેના લીધે મમતા અને CBI છે આમને સામને
અત્રે જણાવવાનું કે શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે રવિવારે સીબીઆઈની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તેમને દરવાજા પર જ રોકવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ રાજ્ય પોલીસ દ્વારા અટકાયતમાં લઈને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. ત્યારથી રાજ્યમાં ગંભીર સ્થિતિ છે. મુખ્યમંત્રી મમતા બેનરજી આ મામલાને લઈને રવિવાર રાતથી ધરણા પર બેઠા છે.
MamatavsCBI: સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યા પુરાવા, સુનાવણી આવતી કાલ પર ટળી
તેમણે જણાવ્યું કે રાજનાથ સિંહે રાજ્યપાલને સીબીઆઈ અધિકારીઓને અટકાયતમાં લેવા, ધમકાવવા અને તેમની કાર્યવાહીમાં વિધ્ન નાખવાની દુર્ભાગ્યપૂર્ણ અને અભૂતપૂર્વ સ્થિતિ સંબંધિત તથ્યોથી અવગત કરવાની વાત કરી છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ ત્રિપાઠીએ રાજનાથ સિંહને કહ્યું કે તેમણે મુખ્ય સચિવ અને ડીજીપીને તલબ કર્યા છે. અને સ્થિતિને પહોંચી વળવા માટે તત્કાળ પગલાં લેવાના નિર્દેશ પણ આપ્યાં છે.