કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ 220 જેટલી સીટો પર આગળ ચાલી રહી છે. પરંતુ હાઈપ્રોફાઇલ સીટ નંદીગ્રામથી મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા છે. મમતા બેનર્જીને ભાજપના સુભેંદુ અધિકારીએ 19 જેટલા મતથી પરાજય આપ્યો છે. પાર્ટીની જીત બાદ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળે દેશ બચાવી લીધો. મમતાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, કોરોનાને જોતા વિજયી જૂલુસ ન કાઢવામાં આવે. કોરોના નિયંત્રણ પહેલી પ્રાથમિકતા છે. નંદીગ્રામમાં ચૂંટણી હારવા પર મમતાએ કહ્યુ કે, નંદીગ્રામ વિશે ચિંતા ન કરો. નંદીગ્રામના લોકો જે જનાદેશ આપશે, હું તેનો સ્વીકાર કરુ છું. મારો કોઈ વિરોધ નથી. અમે 221થી વધુ સીટો જીતી અને ભાજપ ચૂંટણી હારી ગયું છે. 


TMC ના શાનદાર પ્રદર્શન પર શું બોલ્યા બંગાળ ભાજપના પ્રભારી વિજયવર્ગીય? જાણો  


મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે, આ શાનદાર જીત માટે અમે લોકોના આભારી છીએ. મારે તત્કાલ કોરોના માટે કામ શરૂ કરવું પડશે. હાલની સ્થિતિમાં શપથ ગ્રહણ કાર્યક્રમ નાનો રહેશે. મમતાએ કહ્યું કે, જો બંગાળને ફ્રી વેક્સિન નહીં મળે તો આંદોલન થશે. 


તેમણે કહ્યું કે, આજે અમે કેન્દ્ર સરકાર વિરુદ્ધ જીતી ગયા છીએ. આજે બંગાળે માનવતાને બચાવી લીધી છે. બે નારાએ આ ચૂંટણીમાં ખુબ સારૂ કામ કર્યું-ૃ ખેલા હોબે અને જય બાંગ્લા. મેં નિર્ણય કર્યો છે કે અમે ગ્રામીણ બંગાળમાં ફુટબોલ ક્લબોને 50 હજાર ફુટબોલ વિતરિત કરીશું. હું મારા દેશને સલામ કરુ છું. મારી માતૃભૂમિને સલામ કરુ છું. 


 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube