નવી દિલ્હી : હાલમાં મુંબઈમાં 22 વર્ષના યુવાન કાશીનાથ મંડલની ધરપકડ કરવામાં આવી છે. આ યુવાને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કંટ્રોલ રૂમમાં ફોન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેમિકલ એટેકની ચેતવણી આપી હતી. આ મામલા વિશે સ્પષ્ટતા કરતા સેન્ટ્રલ મુંબઈના ડીબી માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે સિક્યુરિટી ગાર્ડ કાશીનાથ મંડલની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશીનાથે NSG કંટ્રોલ રૂમ, દિલ્હીનો નંબર મેળવ્યો હતો અને શુક્રવારે ફોન કરીને વડાપ્રધાન પર એસિડ એટેકની ધમકી આપી હતી. આ ધમકી પછી NSGએ મુંબઈનો નંબર ટ્રેક કરીને પોલીસને આ વાતની માહિતી આપી હતી. આ મામલામાં મુંબઈ પોલીસે દોષિત તરીકે વાલકેશ્વરની ઝુપડપટ્ટીમાં રહેતા ઝારખંડના કાશીનાથ મંડલની ધરપકડ કરી હતી. હકીકતમાં કાશીનાથ સુરતની ટ્રેન પકડવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. 


અધિકારીઓએ માહિતી આપી છે કે પૂછપરછ દરમિયાન કાશીનાથ મંડલે માહિતી આપી હતી કે તેનો મિત્ર તાજેતરમાં ઝારખંડમાં નકસલી એટેકમાં મૃત્યુ પામ્યો હતો. કાશીનાથ આ મામલે વડાપ્રધાનને મળવા માગતો હતો અને એટલે તેણે આ કોલ કર્યો હતો. આ મામલામાં કાશીનાથ મંડલની ભારતીય દંડ સંહિતાની કલમ 505 (1) અને (2) તેમજ 182 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...