કોચ્ચિ : કેરળનાં કોચ્ચિ એરપોર્ટ પર સોનાના સ્મગલિંગની પદ્ધતી જોઇને કસ્ટમ અધિકારીઓ પરેશાન થઇ ગયા. અહીં એક વ્યક્તિએ વિગની અંદર એક કિલો સોનું છુપાવેલું હતું. પોલીસે જણાવ્યું કે, મલ્લપુરમનો રહેવાસી નૌશાદ એરપોર્ટ પર ઉતર્યો તો તેનાં વાળની સ્ટાઇલ જોઇને કસ્ટમનાં અધિકારીઓને શંકા થઇ હતી. ત્યાર બાદ કસ્ટમ અધિકારીઓએ તેની તપાસ કરી તો તેની વિગમાંથી એક કિલો સોનું પોલીસ અને કસ્ટમ અધિકારીઓને મળ્યું. નૌશાદની ધરપકડ કરી લેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરૂણાચલમાં યુદ્ધાભ્યાસ અંગે ભારતનો સ્પષ્ટ જવાબ, શીની મુલાકાત સાથે કોઇ સંબંધ નહી
નૌશાદ શારજાહથી પરત ફર્યા હતા. સોનાની તસ્કરી કરવા માટે તેની આ પદ્ધતી અપનાવી પરંતુ નિષ્ફળ રહ્યા. સોનુ છુપાવવા માટે નૌશાદે પોતાનાં માથાના એક હિસ્સાને મુંડી નાખ્યો હતો. શંકા થતા કસ્ટમની ટીમે સારી રીતે તપાસ કરી હતી. કસ્ટમ વિભાગ હવે આ મુદ્દે તપાસ કરી રહ્યું છે. 


Congress માં બળવા અંગે ખટ્ટરનો વ્યંગ: કોંગ્રેસ હરિયાણામાંથી સાફ થઇ જશે
PM મોદીએ બેંકોને કહ્યું,રેપો રેટ ઘટ્યો તેનો ફાયદો લોકોને મળે: જાવડેકર
તસ્કરીનો અનોખો મુદ્દો
આ વર્ષે પણ તસ્કરીનો અનોકો કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એખ વ્યક્તિનાં પેટમાંથી 1.5 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. અસમનાં ડિબ્રુગઢ એરપોર્ટ પર રહેલા એક સીઆઇએસએફનાં અધિકારીએ વૃદ્ધનાં પેટમાંથી સોનાનાં 9 બિસ્કિટ જપ્ત કર્યા હતા. જે તેણે ગુદા દ્વારા પેટમાં છુપાવ્યા હતા. તસ્કર પકડાયા બાદ જણાવ્યું કે આ કામ માટે તેને ઘણી મોટી રકમ મળતી હતી.