ઝાડ કપાયું તો આ બાળકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, CM બિરેને બનાવી ગ્રીન એમ્બેસેડર
હાલનાં દિવસોમાં એક 9 વર્ષની માસુમ બાળકી સમાચારોમાં છવાયેલી છે. બાળકીનું નામ વેલેંતિના છે, જે મણિપુરની રહેવાસી છે. હાલના દિવસોમાં બાળકીનો એક વીડિયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં બાળકી રડી રહી છે. બાળકી શા માટે રડી રહી રહી છે તે તમે જાણીને દંગ રહી જશો. કદાચ દરેક વ્યક્તિ એટલો સજાગ હોત તો સ્થિતી કંઇક અલગ જ હોત.
નવી દિલ્હી : હાલનાં દિવસોમાં એક 9 વર્ષની માસુમ બાળકી સમાચારોમાં છવાયેલી છે. બાળકીનું નામ વેલેંતિના છે, જે મણિપુરની રહેવાસી છે. હાલના દિવસોમાં બાળકીનો એક વીડિયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં બાળકી રડી રહી છે. બાળકી શા માટે રડી રહી રહી છે તે તમે જાણીને દંગ રહી જશો. કદાચ દરેક વ્યક્તિ એટલો સજાગ હોત તો સ્થિતી કંઇક અલગ જ હોત.
આ યુવકે મોંઘીદાટ BMW કાર ધક્કો મારી નદીમાં ફેંકી દીધી, કારણ જાણી આંખો પહોળી થઈ જશે
અત્રે ઉલ્લેખનીય છે કે, વેલેંતિનાને પ્રકૃતીથી ખુબ જ પ્રેમ છે. એટલા માટે જે પહેલા ધોરણમાં પહોંચી તો બે છોડવા રોપી ચુકી હતી. આ આશા સાથે કે જેમ જેમ મોટી થશે તેના બંન્ને પૃક્ષો પણ મારી સાથે મોટા થશે. તેઓ દરરોજ તેમને પાણી સાથે સીંચતી હતી. બેથી ત્રણ જ વર્ષમાં આ વૃક્ષ ખુબ જ મોટા થવા લાગ્યા. જો કે એક દિવસ રોડ પહોળો કરવા માટે આ ઝાડને કાપવાની જરૂર પડી. જેને જોઇ વેલેંતિના શાળાએથી પરત ફરી તો કપાયેલા ઝાડ જોઇને ખુબ જ રડવા લાગી હતી. બાળકીને રડતી જોઇ કોઇએ વીડિયો બનાવ્યો સોશિયલ મીડિયા પર નવાઇરલ કર્યો. આ વીડિયો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો.
VIDEO: કાશ્મીરના અનંતનાગ પહોંચ્યા ડોભાલ, સ્થાનિકો સાથે કરી મુલાકાત
કોંગ્રેસને આજે મળી જશે નવા અધ્યક્ષ!, CWCએ રાહુલને અધ્યક્ષ પદે રહેવા કરી ભલામણ
9 વર્ષની આ બાળકી પ્રકૃતી જોઇને મુખ્યમંત્રી એન. બિરેન સિંહને પણ આ ગ્રીન મણિપુર મિશનની એમ્બેસેડર જાહેર કરી દીધી છે. વેલેંતિનાએ જણાવ્યું કે 4 વર્ષ પહેલા તેણે છોડ રોપ્યા હતા. તે તેને પોતાનાં ભાઇઓ માનતી હતી. પ્રેમથી તેની દેખરેખ પણ રાખતી હતી. તેણે કહ્યું કે, જ્યારે એક દિવસમાં શાળાથી પરત ફરી તો જોયું કે મારા ભાઇઓ(ઝાડ)ને કાપી નાખવામાં આવ્યા છે. આ જોઇને તેને ખુબ જ દુખ થયું. જાણે પોતાનાં પરિવારનો એક સભ્ય ઓછો થયો હોય તેવું દુખ થયું.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને નેશનલ કોન્ફરન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
વેલેંતિના એલંગબામ મોટી થઇને વન અધિકારી બનવા માંગે છે. તેનું કહેવું છે કે વન અધિકારી બનીને પહાડોને વધારે હરિયાળા બનાવવા માંગે છે. પુત્રીને ગ્રીન એમ્બેસેડર બનાવવા અંગે બાળકીનાં વાલી ખુબજ ખુશ છે. તેમણે સરકારનો આભાર માન્યો હતો. એક સામાન્ય પરિવારની આ બાળકી સોશિયલ મીડિયાનાં કારણે વધારે સેલેબ્રિટી બની ગઇ છે.