કોંગ્રેસને આજે મળી જશે નવા અધ્યક્ષ!, CWCએ રાહુલને અધ્યક્ષ પદે રહેવા કરી ભલામણ 

લોકસભા ચૂંટણીમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની સજ્જડ હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધા બાદ હવે નવા અધ્યક્ષ માટેની કવાયત ચાલુ છે.

કોંગ્રેસને આજે મળી જશે નવા અધ્યક્ષ!, CWCએ રાહુલને અધ્યક્ષ પદે રહેવા કરી ભલામણ 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની સજ્જડ હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધા બાદ હવે નવા અધ્યક્ષ માટેની કવાયત ચાલુ છે. દિલ્હી સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટરમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હવે પાંચ  અલગ અલગ ગ્રુપ્સની બેઠકો ચાલુ છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ ગ્રુપ્સના મત રાતે 8 વાગે કાર્યસમિતિની બીજી બેઠકમાં રજુ કરાશે અને ત્યારબાદ અધ્યક્ષના નામની જાહેરાત કરાશે. જો કે CWCનું કહેવું છે કે હાલની સરકાર જે રીતે સંગઠિત રીતે સંસ્થાઓ પર હુમલા કરી રહી છે તેને જોતા મજબુત વિપક્ષ માટે રાહુલ ગાંધી યોગ્ય છે. આ બાજુ રાહુલ ગાંધીએ રાજીનામું પાછું ખેંચવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે જવાબદાર નેતા તરીકે તેઓ પડકારતા રહેશે. 

રાહુલ ગાધી વિપક્ષના સૌથી મજબુત નેતા-સુરજેવાલા
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષના સૌથી મજબુત નેતા છે. તેમમે કોંગ્રેસ કાર્યસમિતિ અને કાર્યકરોને ભરોસો જતાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. જો કે તેમણે એ પણ કહ્યું કે તેઓ અધ્યક્ષ પદેથી આપેલા રાજીનામાને પાછું ખેંચશે નહીં. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ડેમોક્રેટિક રીતે અધ્યક્ષની પસંદગીનો નિર્ણય લીધો છે. વર્કિંગ કમિટીની બીજી બેઠક રાતે 8 કલાકે બોલાવવામાં આવી છે. જેમાં પાંચેય સમૂહોના મત રજુ કરાશે અને અધ્યક્ષની પસંદગી થશે. 

રાહુલ-સોનિયાએ પોાતાને કર્યાં પ્રક્રિયાથી અલગ
આ અગાઉ વર્કિંગ કમિટીની પહેલી બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષના નામ પર સહમતિ બનાવવાની પ્રક્રિયાથી પોતાને અલગ કર્યા હતાં. બંને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક છોડીને જતા રહ્યાં હતાં. સોનિયાએ બહાર નીકળતા કહ્યું હતું કે અમે (સોનિયા અને રાહુલ) સહમતિ બનાવવાની પ્રક્રિયાનો ભાગ નહીં હોઈએ. આથી જઈએ છીએ. નોંધનીય છે કે પ્રિયંકા ગાંધી કાર્ય સમિતિની બેઠકમાં હાજર છે. હાલ મીટિંગ સાંજે ચાર વાગ્યા સુધી સસ્પેન્ડ કરાઈ છે. ચાર વાગે ફરીથી શરૂ થનારી બેઠક રાતે મોડે સુધી ચાલશે. પૂરે પૂરી શક્યતા છે કે આજે રાત સુધીમાં કોંગ્રેસ અધ્યક્ષના નામની જાહેરાત થઈ જાય. 

હકીકતમાં 23મી મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેતા કહ્યું હતું કે નવા અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી નહીં હોય. તેમણે પાર્ટીની યોગ્ય ચૂંટણી પ્રક્રિયા હેઠળ નવા અધ્યક્ષની પસંદગી પર ભાર મૂક્યો હતો. રાહુલ અને સોનિયા સીડબલ્યુસીની મીટિંગ છોડીને જવું એ વાતની પુષ્ટિ કરવાનો પ્રયત્ન છે કે નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પર ગાંધી પરિવારનો કોઈ પ્રભાવ નહીં હોય અને સામાન્ય સહમતિના આધારે એકદમ પારદર્શક રીતે નવા અધ્યક્ષના નામની જાહેરાત કરાશે. 

જુઓ LIVE TV

આજે જ શરૂ થઈ બેઠક
આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીના વિકલ્પ શોધવા માટે પાર્ટીની વર્કિંગ કમિટીની મહત્વની  બેઠક આજે દિલ્હીમાં સવારે શરૂ થઈ હતી. આ બેઠકમાં પાર્ટીના તમામ પ્રદેશ અધ્યક્ષો, રાષ્ટ્રીય નેતાઓને બોલાવવામાં આવ્યાં હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ પહેલા કાર્યસમિતિની બેઠક થઈ અને ત્યારબાદ પાંચ અલગ અલગ જૂથોની મીટિંગ થશે. આ ઉપરાંત પ્રદેશવાર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો સાથે પણ નવા અધ્યક્ષની પસંદગીને લઈને વાતચીત કરાશે. 

બેઠકમાં આ દિગ્ગજ નેતાઓ સામેલ
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટીના નવા અધ્યક્ષને લઈને મુકુલ વાસનિક, મલ્લિકાર્જૂન  ખડગે, અશોક ગેહલોત, સુશીલકુમાર શિંદે, સહિત અનેક વરિષ્ઠ નેતાઓના નામની ચર્ચા છે. આ અગાઉ પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ શુક્રવારે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે વાત કરી હતી. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલા, આરપીએન સિંહ, હરીશ રાવત, મીરાકુમાર જેવા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news