Delhi Deputy CM Manish Sisodia: કેન્દ્રીય તપાસ બ્યુરોએ દિલ્હી આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓના મામલે રાષ્ટ્રીય રાજધાની અને 7 અન્ય રાજ્યોમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા. તપાસ એજન્સીએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ધરે પણ દરોડા પાડ્યા. ત્યારે આ મામલે સીબીઆઇએ FIR નોંધાવી છે. સીબીઆઇએ આ મામલે 15 લોકોને આરોપી ગણાવ્યા છે. મનીષ સિસોદિયાને આરોપી નંબર 1 ગણાવ્યા છે. સીબીઆઇએ પીસી અધિનિયમ 1988, 120-બી, 477એ, મૂળ ગુના હેઠળ કેસ નોંધ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરોડા દરમિયાન મનીષ સિસોદિયાના આવાસ પરથી આપત્તિજનક દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કર્યા છે. સીબીઆઇએ એક સાર્વજનિક સાક્ષીની હાજરીમાં કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા. એક સૂત્રએ કહ્યું કે, ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા સાથે આ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ટીમ તેમના ઘર પર હાલ વિવિધ દસ્તાવેજો તપાસ કરી રહી છે અને સિસોદિયાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


રોજગાર પર ખતરો, દુનિયાની 50 ટકા કંપનીઓ નોકરીમાં કાપની યોજના બનાવી રહી છે: રિપોર્ટ


સીબીઆઇની ટીમોએ પૂર્વ આબકારી કમિશનર ઇ. ગોપીકૃષ્ણ, ચાર લોક સેવકો અને અન્યના ઘર પર પણ દોરોડા પાડ્યા. આ પહેલા સિસોદિયાએ દાવો કર્યો કે તે નિર્દોષ છે અને સીબીઆઇ કેન્દ્રના ઇશારે કામ કરી રહી છે.


સીબીઆઇના દરોડા પર મનીષ સિસોદિયાએ શું કહ્યું?
મનીષ સિસોદિયાએ શુક્રવારના પોતાના ઘર પર સીબીઆઇના દરોડાને દુભાગ્યપૂર્ણ ગણાવ્યા અને કહ્યું, દેશ માટે સારું કામ કરનારા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સિસોદિયાએ સીબીઆઇના અધિકારીઓનું સ્વાગત કર્યું અને કહ્યું કે તે દરેક પગલાં પર તપાસ એજન્સીઓને સહયોગ કરશે જેથી સત્ય જલદી સામે આવી શકે.


'હું થાકી ગઈ છું, તમે શાક લેતા આવજો' આટલું કહેતા જ દારૂડિયા પતિએ પત્નીને ચોટલો ઝાલી રોડ પર ઢસડી


તેમણે કહ્યું, મારી સામે ઘણા કેસ નોંધવામાં આવ્યા છે અને આજ સુધી કંઈપણ સાબિત થયું નથી. આ મામલે પણ કંઈપણ સામે નહીં આવે. સારા શિક્ષણના મારા કામને રોકી શકાશે નહીં. સિસોદિયાએ કહ્યું, તે દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના અદ્ભૂત કાર્યોથી નિરાશ છે. તેથી તે દિલ્હીના સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રાલયની સામે ષડયંત્ર રચી રહ્યા છે, જેથી સારા કામને રોકી શકાય. અમારી બંને પર ખોટા આરોપ લગાવ્યા છે. સત્ય સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube