Husband Wife Fight: 'હું થાકી ગઈ છું, તમે શાક લેતા આવજો' આટલું કહેતા જ દારૂડિયા પતિએ પત્નીને ચોટલો ઝાલી રોડ પર ઢસડી

Husband Wife Fight Video: જે CCTV ફૂટેજ સામે આવ્યા છે, તેમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાનો જીવ બચાવવા માટે રસ્તા પર આમતેમ દોડી રહી છે અને એક શખ્સ તેને રસ્તા વચ્ચે માર મારી રહ્યો છે.

Husband Wife Fight: 'હું થાકી ગઈ છું, તમે શાક લેતા આવજો' આટલું કહેતા જ દારૂડિયા પતિએ પત્નીને ચોટલો ઝાલી રોડ પર ઢસડી

Husband Wife Fight Video: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમં ઘરેલું હિંસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પતિ તેની પત્નીને ક્રૂરતાથી રસ્તા પર દોડાવી દોડાવીને માર મારી રહ્યો છે. આ ઘટના થાના કવિ નગરના મહેન્દ્ર એનક્લેવનો છે. અહીં રહેતી એક મહિલા (આરોહી મિશ્રા) ને તેનો પતિ સૌરવ મિશ્રા રસ્તા વચ્ચે માર મારી રહ્યો છે. ઘટના ગુરૂવાર રાતે લગભગ 11:00 વાગ્યાની છે. તમે સીસીટીવીમાં જોઇ શકો છો કે કેવી રીતે મહિલા પોતાનો જીવ બચાવવા માટે રસ્તા પર આમતેમ ભાગી રહી છે અને સૌરવ મિશ્રા ક્રૂરતા તેને માર મારી રહ્યો છે.

આ મહિલાનું માનીએ તો તેનો વાંક માત્ર એટલો હતો કે તેણે તેના દારૂડીયા પતિને એવું કહ્યું હતું કે શાક લેતા આવજો હું આખા દિવસની કામ કરીને થાકી ગઈ છું.

માત્ર આટલી વાત પર તે શખ્સની અંદર રાક્ષસ જાગી ગયો અને તેણે ઘરથી લઇને રસ્તા પર તેની પત્નીને મારતો રહ્યો. પીડિતની સ્થિતિ જોઇ પાડોસીએ પોલીસને ફોન કર્યો. આ વાતથી નારાજ તે પરિવારે પાડોસીઓને પણ માર માર્યો.

ત્યારબાદ 112 ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે સૌરવ મિશ્રા અને પરિવારના અન્ય બે સભ્યોની ધરપકડ કરી છે. મહિલાને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે, શું ગાઝિયાબાદ પોલીસ આવા રાક્ષસનો તેમના ગુનાની સજા આપે છે કે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news