દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનાથી સંક્રમિત
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના પોઝિટિવ છે, તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિવસેને દિવસે મોટો વધારો થઈ રહ્યો છે. આજથી શરૂ થયેલા સંસદ સત્રના પ્રથમ દિવસે કુલ 24 સાસંદો કોરોનાથી સંક્રમિત થયા છે. આ વચ્ચે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ કોરોના થયા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ખુદને સેલ્ફ આઇસોલેશન કરી લીધા છે.
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યુ, 'હળવા તાવ બાદ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઇસોલેશનમાં છું. હાલમાં તાવ કે અન્ય કોઈ મુશ્કેલી નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. તમારા બધાની દુવાઓથી જલદી સાજો થઈને કામ પર પરત ફરીશ.' આ પહેલા સોમવારે દિલ્હીના અન્ય ત્રણ ધારાસભ્યો પણ કોરોનાનો શિકાર બન્યા હતા.
દિલ્હી હિંસામાં ઉમર ખાલિદની મુશ્કેલી વધી, પોલીસને મળી 10 દિવસની કસ્ટડી
દિલ્હી વિધાનસભાના 3 અન્ય કર્મીને પણ કોરોના થયો છે. આજે કુલ 180 ટેસ્ટ કરાવવામાં આવ્યા જેમાં ધારાસભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દિલ્હી વિધાનસભાનું કોરોના સંકટ વચ્ચે એક દિવસનં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું જેમાં માત્ર બિલને લઈને કામ કરવાનું છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube