ચંડીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના(Captain Amrinder Sinh) કાર્યાલય દ્વારા મીડિયામાં આવેલા સમાચારોનું ખંડન કરાયું છે કે, તેઓ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ(Dr. Manmohan Sinh) કરતારપુર સાહિબના (Kartarpur Corridor) ઉદ્ઘાટન સમારોહમાં જશે. કાર્યાલયે જણાવ્યું કે, મુખ્યમંત્રી અમરિંદર સિંહ કરતારપુર કોરિડોર જનારા પ્રથમ જથ્થામાં જોડાઈને માત્ર કરતારપુર સાહિદ ગુરુદ્વારાના દર્શન કરવા જશે. પ્રેસ નોટમાં વધુમાં જણાવાયું છે કે, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે પણ માત્ર પંજાબી જથ્થામાં સામેલ થવાની મંજુરી આપી છે. ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવાની કોઈ વાત નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ નોટમાં વધુમાં જણાવાયું છે કે, "અમરિંદર સિંહે જણાવ્યું છે કે, મારા જવાનો સવાલ જ થતો નથી. મારા મતે ડો. મનમોહન સિંહ પણ નહીં જાય. તેમણે કહ્યું કે, પાકિસ્તાન જવામાં અને કોરિડોર દ્વારા ગુરુદ્વારા જવામાં આકાશ-પાતાળનું અંતર છે. પાકિસ્તાન જ્યાં સુધી સરહદ પાર આતંકવાદ બંધ કરતું નથી ત્યાં સુધી ત્યાં જવાનો સવાલ જ પેદા થતો નથી."


અયોધ્યા કેસઃ વકીલની દલીલ, 'T-20 મેચની જેમ ચાલી રહી છે સુનાવણી', સુપ્રીમનો જવાબ.....


ઉલ્લેખનીય છે કે, કરતારપુર કોરિડોર શીખ શ્રદ્ધાળુઓ માટે 9 નવેમ્બરના રોજ ખુલ્લો મુકવામાં આવનારો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમુદ કુરેશીએ ગયા શુક્રવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને કરતારપુર સાહિબના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે નિમંત્રણ મોકલશે. 


ત્યાર પછી આજે મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે ડો. મનમોહન સિંહ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે પાકિસ્તાન જશે. જોકે, હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના કાર્યાલય દ્વારા મીડિયામાં આવેલા તમામ સમાચારોનું ખંડન કરી દેવાયું છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....