શું ડો.મનમોહન સિંહ અમૃતસરથી લોકસભા ચૂંટણી લડશે? કેપ્ટને આપ્યો કંઈક આવો જવાબ
પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ જો હાઈકમાન્ડ જણાવશે તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આગામી લોકસભા ચૂંટણીમાં અમૃતસર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે છે, હાલ તેઓ આસામથી રાજ્યસભાના સાંસદ છે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે જ રાજકીય પક્ષો હવે ઉમેદવારો નક્કી કરવામાં લાગી ગયા છે. એક મહિના સુધી ચાલનારી લોકસભા ચૂંટણી પહેલા વિવિધ બેઠકો માટે દાવેદારી પણ નોંધાવાઈ રહી છે. એવું અનુમાન છે કે, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પંજાબની અમૃતસર લોકસભા બેઠક પરથી ચૂંટણીલડી શકે છે.
મનમોહને અમૃતસરથી ક્યારેય ચૂંટણી લડી નથીઃ કેપ્ટન અમરિંદર સિંહ
આ અનુમાનો અંગે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જવાબ આપ્યો કે, તેઓ ક્યારેય અમૃતસરની બેઠક પરથી ચૂંટણીલ ડ્યા નથી. મનમોહન સિંહે હજુ સુધી આ અંગે કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ જો હાઈકમાન્ડ કહેશે તો પૂર્વ વડા પ્રધાન અમૃતસરથી લોકસભા ચૂંટણી લડી શકે છે.
મનમોહન સિંહ તૈયાર નથી
પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર 86 વર્ષના મનમોહન સિંહ લોકસભા ચૂંટણી 2019થી દૂર રહેવા માગે છે. 2014માં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ અમૃતસર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ એ સમયે મોદી લહેર હોવા છતાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જેટલીને હરાવ્યા હતા.
1961 પછી ગુજરાતમાં મળી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક, લોકસભા ચૂંટણીનો ફૂંકાયો શંખનાદ
અત્યારે આસામથી રાજ્યસભાના સાંસદ છે પૂર્વ પીએમ
ઉલ્લેખનીય છે કે, ડો. મનમોહન સિંહે અત્યાર સુધી એક પણ લોકસભા ચૂંટણી જીત્યા નથી. તેઓ આસામથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. સિંહનો કાર્યકાળ 14 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મનમોહન સિંહે 1999માં દક્ષિણ દિલ્હી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ભાજપના વી.કે. મલ્હોત્રા સામે હારી ગયા હતા.