1961 પછી ગુજરાતમાં મળી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક, લોકસભા ચૂંટણીનો ફૂંકાયો શંખનાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ ગણતા ગુજરાત રાજ્યમાંથી દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે લોકસભા ચૂંટણીનો શંખનાદ ફૂંક્યો છે. 58 વર્ષ બાદ કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકનું અમદાવાદમાં આયોજન કરાયું હતું અને આ સાથે જ શહેરથી બહાર ત્રિમંદિર પાસે કોંગ્રેસ દ્વારા એક જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી

અમદાવાદઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય એવા ગુજરાતમાંથી લોકસભા ચૂંટણીનો શંખનાદ ફૂંક્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પ્રાણ ફૂંકવા માટે 1961 પછી 58 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકનું પણ અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવી પહોંચ્યા હતા. ગુજરાતમાં લાંબા સમય પછી કોંગ્રેસના નેતાઓનો આટલો મોટો મેળાવડો જોવા મળ્યો હતો. આ અગાઉ, કોંગ્રેસની સમગ્ર ટીમે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તમામ નેતાઓએ ગાંધીજી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. અમદાવાદના શાહીબાગમાં આવેલા 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક' ખાતે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકનું આયોજન કરાયું હતું, જ્યારે અડાલજ નજીક ત્રિમંદિર પાસે કોંગ્રેસ દ્વારા વિશાળ જનસંકલ્પ રેલીનું આયોજન કરાયું હતું. (ફોટો સાભારઃ Twitter @INCIndia)

દાંડી માર્ચની વર્ષગાંઠના દિવસે ફૂંક્યો શંખનાદ

1/15
image

કોંગ્રેસે પોતાના આધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, 'મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કરવામાં આવેલી દાંડી માર્ચની આજે વર્ષગાંઠ છે. આ દાંડી માર્ચે ભારતની આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ માર્ચ બ્રિટિશરો દ્વારા નમક પર લાદવામાં આવેલી કઠોર અને દમનકારી નીતિઓનો અહિંસક વિરોધ હતો.'

ગાંધી આશ્રમની લીધી મુલાકાત

2/15
image

અમદાવાદ આવી પહોંચેલા કોંગ્રેસના નેતાઓ સૌથી પહેલા સીધા જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અહીં તમામ નેતાઓએ સમગ્ર ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.   

સોનિયા ગાંધી પણ આવ્યા

3/15
image

રાહુલ ગાંધીના માતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા હતા. તેમણે ગાંધીઆશ્રમમાં ઝાડ નીચે પુત્ર સાથે બેસીને ભજન સાંભળ્યા હતા.

સોનિયા ગાંધીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

4/15
image

સોનિયા ગાંધીએ ગાંધી આશ્રમમાં બનેલા શહીદ સ્મારકમાં પુષ્પાંજલિ અર્પિત કરી હતી. 

મનમોહન સિંહે પણ કર્યું શહીદોને નમન

5/15
image

દેશના પૂર્વ વડા પ્રધાન, પૂર્વ નાણામંત્રી અને પૂર્વ આરબીઆઈ ગવર્નર એવા ડો. મનમોહન સિંહ પણ કોંગ્રેસની ટીમ સાથે આવ્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત લઈને તેઓ અભિભૂત થઈ ગયા હતા. તેમણે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આર્પિત કરી હતી. 

ગાંધી આશ્રમમાં ટીમ કોંગ્રેસ

6/15
image

ગાંધી આશ્રમમાં એક ભજન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કોંગ્રેસની સમગ્ર ટીમે ઝાડ નીચે બેસીને ગાંધીજીના પ્રિય ભજનો સાંભળ્યા હતા. 

સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

7/15
image

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક'માં દેશના લોખંડી પુરુષના બાવલાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

મનમોહન સિંહની સરદાર પટેલને શ્રદ્ધાંજલિ

8/15
image

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અમદાવાદના શાહીબાગમાં આવેલા 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક'માં દેશના લોખંડી પુરુષના બાવલાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

રાહુલ ગાંધીએ પહેરાવી સુતરની આંટી

9/15
image

કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક'માં દેશના લોખંડી પુરુષના બાવલાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

પુલવામા શહીદોના માનમાં બે મિનિટનું મૌન

10/15
image

અમદાવાદના શાહીબાગમાં આવેલા 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક'માં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક શરૂ થતાં પહેલાં તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. 

પ્રિયંકા ગાંધી બન્યા આકર્ષણનું કેન્દ્ર

11/15
image

તાજેતરમાં જ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશેલા પ્રિયંકા ગાંધી સૌ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ આ બેઠકમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતા. 

ત્રિમંદિર ખાતે વિશાળ જનસંકલ્પ રેલી

12/15
image

કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં કાર્યસમિતિની બેઠક પુરી થયા બાદ અડાલજ નજીક આવેલા ત્રિમંદિર પાસે એક વિશાળ જનસંકલ્પ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. લગભગ 3 લાખ જેટલા લોકો આ રેલીમાં આવ્યા હતા. 

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો

13/15
image

ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે આ જનસંકલ્પ રેલીમાં વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. રાહુલ ગાંધીએ ખેસ પહેરાવીને હાર્દિકને પાર્ટીમાં સામેલ કર્યો હતો. હાર્દિક પટેલે કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં સંબોધન પણ કર્યું હતું. 

પ્રિયંકાએ સમજાવી એક વોટની કિંમત

14/15
image

રાજકારણમાં પ્રવેશ બાદ પ્રિયંકા ગાંધીએ સૌ પ્રથમ વખત રેલીમાં સંબોધન કર્યું હતું. પ્રિયંકાએ લોકોને જણાવ્યું કે, તમે જાગૃત બનો તેનાથી મોટી બીજી કોઈ દેશભક્તિ નતી. તમારી જાગૃતી એક હથિયાર છે. આ એવો હથિયાર છે, જેનાથી કોઈને દુખ આપવાનું નથી કે કોઈને ઈજા પહોંચાડવાની નથી. દેશમાં વેરભાવ ફેલાવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે જ નક્કી કરવાનું છે કે તમારા વોટની કિંમત કેટલી છે. 

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

15/15
image

રાહુલ ગાંધીએ જનસંકલ્પ રેલીમાં સંબોધન કરતા જણાવ્યું કે, "અમે અહીં મીટિંગનું આયોજન એટલા માટે કર્યું છે, કેમ કે દેશમાં બે વિચારધારાની લડાઈ છે અને બંને વિચારધારા ગુજરાતમાં તમને મળશે. આ દેશને મહાત્મા ગાંધી અને ગુજરાતે બનાવ્યો છે. બીજી શક્તિઓ આજે દેશને નબળો પાડવાના પ્રયાસ કરી રહી છે. લોકોમાં ભાગલા પાડવામાં આવી રહ્યા છે." રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓ પર ટીકા કરી હતી. નોટબંધી અને જીએસટી પર સવાલો ઉઠાવ્યા હતા.