Farmers Protest વચ્ચે PM મોદી આજે કરશે `મન કી બાત`, ખેડૂતો તાળી-થાળી વગાડીને કરશે વિરોધ
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પર પ્રસારિત થતા કાર્યક્રમ `મન કી બાત` દ્વારા દેશવાસીઓને સંબોધશે.
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws 2020) વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન (Farmers Protest) વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આકાશવાણી પર પ્રસારિત થતા કાર્યક્રમ 'મન કી બાત' (Mann ki baat) દ્વારા દેશવાસીઓને સંબોધશે. આ કાર્યક્રમની આજે 72મી શ્રેણી હશે અને પીએમ મોદી સવારે 11 વાગે સંબોધન કરશે. આ વર્ષના અંતમાં 'મન કી બાત કાર્યક્રમ'માં પીએમ મોદી ખેડૂતો અને કૃષિ કાયદા પર પોતાની વાત રજુ કરી શકે છે.
કોરોનાના રસીકરણ અભિયાનમાં આવી શકે છે મોટી અડચણ, જાણો આ નવા વિવાદ 'Pork Gelatin' વિશે
વિરોધમાં ખેડૂતો વગાડશે તાળી-થાળી
આંદોલનકારી ખેડૂતો તાળી અને થાળી વગાડીને પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાત માટે વિરોધ વ્યક્ત કરશે. કેટલાક ખેડૂત સંગઠનોએ અગાઉ કહ્યું હતું કે તેઓ આ કાર્યક્રમનો વિરોધ કરશે.
કોરોનાને માત આપ્યા બાદ આટલા સમય સુધી રહે છે શરીરમાં Antibody, વાયરસ સામે આપે છે રક્ષણ
કાર્યક્રમમાં આ મુદ્દાઓ પર રજુ કરી શકે છે વાત
પીએમ નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ દરમિયાન કૃષિ કાયદા પર સરકાર તરફથી કરાયેલા પ્રયત્નો અને ઉપાયોની જાણકારી આપવા ઉપરાંત પોતાના વિચારો પણ રજુ કરી શકે છે. આ વર્ષે ભારત સહિત સમગ્ર દુનિયા કોરોના મહામારીથી પરેશાન રહી. આવામાં વર્ષના અંતમાં તેઓ કોરોના વિશે ચર્ચા કરે તેવી શક્યતા છે. જો કે લોકો કોરોના રસીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube