નવી દિલ્હી : દિલ્હી સાંસદ અને અભિનેતા મનોજ તિવારીને (manoj tiwari removed)મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને હટાવીને આદેશ ગુપ્તાને દિલ્હીનાં પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે. આ સાથે જ છત્તીસગઢનાં અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા છે. મનોજ તિવારીને પદ પરથી શા માટે હટાવવામાં આવ્યા તેની પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્યના CM નો દાવો, 'દેશના 70% લોકો ઇચ્છે છે કે આગામી વખતે પણ મોદી PM બને'

કોણ છે આદેશ ગુપ્તા ?
મનોજ તિવારીને હટાવીને ભાજપે જેને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે તેનું નામ આદેશ ગુપ્તા છે. આદેશ ગુપ્તા એક વર્ષ પહેલા સુધી નોર્થ એમસીડીનાં મેયર રહી ચુક્યા છે. અંદાજ અનુસાર ભાજપે આ ચહેરો વ્યાપારી વર્ગને ખુશ કરવા માટે આગળ કર્યો છે. મનોજ તિવારીને હટાવીને ભાજપે જમીની અને દિલ્હી સાથે જોડાયેલા નેતાને અધ્યક્ષ બનાવ્યા છે. જેની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી. આદેશ ગુપ્તા એક સમયે ટ્યુશન ભણાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.


એક દેશના બે નામ કેમ? India ના બદલે ફક્ત ભારત નામ હોય, SCમાં અરજી

કાલે જ કસ્ટડીમાં લેવાયા છે મનોજ તિવારી
મનોજ તિવારી પાર્ટી કાર્યકર્તાઓ સાથે સોમવારે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવાનાં આરોપમાં કસ્ટડીમાં લેવાયા હતા. દિલ્હીમાં કોવિડ 19 નિયંત્રિત કરવામાં અરવિંદ કેજરીવાલ સરકારની નિષ્ફળતા વિરુદ્ધ પ્રદર્શન કરવા રાજઘાટ પર ગયા હતા. જેના કારણે તેના પર લોકડાઉન તોડવાનો આરોપ લાગ્યો હતો. તે ક્રિકેટ મેચ રમવા માટે હરિયાણા પહોંચ્યા હતા. જ્યાં તેણે મેચ દરમિયાન ન તો માસ્ક પહેર્યું અને ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું. 


કોરોનાના દર્દીઓને રહેવા અને અંતિમ સંસ્કાર માટે નવી જગ્યાની શોધ શરૂ

હાલ તો દિલ્હી વિધાનસભામાં ભાજપનાં પ્રદર્શનને મનોજ તિવારીનાં હટાવવા પાછળું કારણ માનવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી 2020 એટલે કે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાઇ હતી. જેમાં ભાજપને માત્ર 8  જ સીટ મળી હતી. પાર્ટી આ ચૂંટણી મનોજ તિવારીની અધ્યક્ષતામાં લડી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube