એક દેશના બે નામ કેમ? India ના બદલે ફક્ત ભારત નામ હોય, SCમાં અરજી

અરજીકર્તાનું કહેવું છે કે ઇન્ડીયા શબ્દથી અંગ્રેજોની ગુલામી દેખાય છે જે ભારતની ગુલામીની નિશાની છે. એટલા માટે આ ઇન્ડીયા શબ્દના બદલે ભારત અથવા હિંદુસ્તાનનો ઉપયોગ કરવો જોઇએ.

એક દેશના બે નામ કેમ? India ના બદલે ફક્ત ભારત નામ હોય, SCમાં અરજી

નવી દિલ્હી: આપણા સંવિધાનમાં દેશનું નામ ઇન્ડીયામાંથી બદલીને ભારત રાખવાની માંગને લઇને દાખલ અરજી આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનવણી થઇ ન શકી, તેના પર આવતીકાલે સુનાવણી થશે. આજે ચીફ જસ્ટિસની કોર્ટ બેસી નહી. આ અરજી દિલ્હીના નિવાસીએ દાખલ કરી છે.

અરજીકર્તાનું કહેવું છે કે ઇન્ડીયા શબ્દથી અંગ્રેજોની ગુલામી દેખાય છે જે ભારતની ગુલામીની નિશાની છે. એટલા માટે આ ઇન્ડીયા શબ્દના બદલે ભારત અથવા હિંદુસ્તાનનો ઉપયોગ કરવો જોઇએ. સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે સંવિધાનના પહેલા અનુચ્છેદમાં લખવામાં અવ્યું છે કે ઇન્ડીયા એટલે ભારત. પરંતુ વાંધો એ છે કે જ્યારે એક દેશ છે તો તેના બે નામ કેમ છે, એક જ નામનો ઉપયોગ કેમ ન કરી શકાય.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે 'ભારત'' અથવા ''હિંન્દુસ્તાન'' શબદ આપણી રાષ્ટ્રીયતા પ્રતિ ગૌરવનો ભાવ પેદા કરે છ એટલા માટે અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે સરકારને સંવિધાનના અનુચ્છેદ 1માં ફેરફાર માટે યોગ્ય પગલાં ભરતાં 'ઇન્ડીયા' શબ્દને દૂર કરીને, દેશને 'ભારત' અથવા 'હિન્દુસ્તાન' કહેવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ અનુચ્છેદના નમાથી સંબંધિત છે. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સંવિધાનમાં આ સંશોધન આ દેશના નાગરિકોની ઔપનિવેશિક અતીતથી મુક્તિ સુનિશ્વિત કરશે. અરજીમાં 1948માં સંવિધાન સભાના તત્કાલીન ડ્રાફના અનુચ્છેદ એક પર થયેલી ચર્ચાનો હવાલો આપવામાં આવ્યો છે જેમાં તે સમયે દેશનું નામ ''ભારત'' અથવા ''હિંદુસ્તાન' રખવાની હિમાયત કરવામાં આવી હતી. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે અંગ્રેજી નામ બદલીને સાંકેતિક લાગે છે પરંતુ તેને બહરત શબ્દથી બદલવું આપણા પૂર્વજોના સ્વંત્રતાને ન્યાયોચિત ગણાવશે. આ યોગ્ય સમય છે દેશને તેના મૂળ અને પ્રમાણિક નામ 'ભારત'થી ઓળખવામાં આવે. આ સુનાવણી માટે આજે ચીફ જસ્ટિસની કોર્ટમાં હતી પરંતુ ચીફ જસ્ટિસની બેંચ બેસી નહી એટલા માટે કાલે સુનાવણી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news