આતંકવાદ સામે લડવાનું NRC કારગત હથિયાર, દિલ્હીમાં પણ લાગુ કરો: મનોજ તિવારી
મનોજ તિવારીએ કહ્યું કે, બિનકાયદેસર ઘુસણખોરો સંસાધનોનું દોહન કરીને દિલ્હીના નાગરિકોનાં હક્ક છિનવી રહ્યા છે
નવી દિલ્હી : દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ દિલ્હીમાં એનઆરસી લાગુ કરવાની માંગ કરી છે. મનોજ તિવારીનું કહેવું છે કે એનઆરસી લાગુ થયા બાદ દિલ્હીની સિકલ જ બદલાઇ જશે. મનોજ તિવારીએ NRC ને આતંકવાદ સામે લડવાનું કારગત હથિયાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, બિનકાયદેસર ઘુસણખોરો સંસાધનોનું દોહન કરીને દિલ્હીનાં લોકોનો હક છીનવી રહ્યા છે. દિલ્હી ભાજપ અધ્યક્ષે બિનકાયદેસર ઘુસણખોરોને દિલ્હીની આંતરિક સુરક્ષા માટે ખતરો ગણાવ્યા છે.
સેનાધ્યક્ષ બિપિન રાવતની LoC મુલાકાત, જવાનોને કહ્યું ગમે તે સ્થિતી માટે તૈયાર રહો
મનોજ તિવારીએ કહ્યું કે, એનઆરસી લાગુ થયા બાદ દિલ્હીનીની શિકલ બદલાઇ જશે. એનઆરસી લાગુ થવાથી દિલ્હીના નાગરિકોને સારી જનસુવિધા મળી રહેશે. અસમમાં એનઆરસીની ફાઇનલ લિસ્ટ શનિવારે ઇશ્યુ કરી દેવામાં આવ્યું હતું. જેમાં 19 લાખથી વધારે અરજદારોને સ્થાન મળ્યું નહોતું. યાદીમાંથી બહાર રહેલા અરજદારોનું ભવિષ્ય અધરમાં લટકી ચુક્યું છે, કારણ કે આ યાદી અસમમાં યોગ્ય ભારતીય નાગરિકોની પૃષ્ટી સંબંધિત છે.
પાત્ર લોકો NRC માંથી બહાર થયા હશે તો અસમ સરકાર તેમની મદદ કરશે
સરકારી બેન્કોના વિલયના નિર્ણયનો બેન્કના કર્મચારીઓએ કર્યો વિરોધ
એનઆરસીના રાજ્ય સમન્વયક ઓફીસે કહ્યું કે, 3,30,27,661 લોકોએ એનઆરસીમાં જોડાવા માટે અરજી કરી હતી. તેમાંથી 3,11,21,004 લોકોનાં દસ્તાવેજનાં આધાર પર એનઆરસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 19,06,657 લોકોને બહાર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે અસમનાં લોકોને વિશ્વાસમાં લીધા કે જેનું યાદીમાં નામ નથી, તેમને કસ્ટડીમાં લેવામાં આવશે અને તેને પોતાની નાગરિકતા સાબિત કરવાના દરેક શક્ય પ્રયાસ કરી શકશે. સરકારે અપીલ દાખલ કરવા સમયે સીમા પણ 60થી વધારીને 120 દિવસ કરી દેવામાં આવી છે.