અનેક જાતિઓ જ્યાં હતી, હજુ પણ ત્યાં છે, આ સત્ય છેઃ અનામત પર સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 2004ના પાંચ જજોની બેંચના તે નિર્ણય પર ફરીથી વિચાર કરવાની જરૂર છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અને નોકરીમાં અનામત માટે રાજ્યોની પાસે જે અનુસૂચિત જાતિ અને જનજાતિઓની યાદી છે તેમાં પેટા વર્ગ કરવાનો રાજ્યને અધિકાર નથી.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમાજમાં થઈ રહેલા ફેરફાર પર વિચાર કર્યા વિના આપણે સામાજિક પરિવર્તનના સંબારણીય ટાર્ગેટને ન હાસિલ કરી શકીએ. કોર્ટે કહ્યું કે, લાખ ટકાનો સવાલ તે છે કે કઈ રીતે અનામતનો લાભ નિચલા સ્તર સુધી પહોંચાડવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યોને અનામતની શક્તિઓ આપવામાં આવી છે અને રાજ્ય અનામત આપવાના ઉદ્દેશ્યથી એસસી, એસટી અને આર્થિક તથા સામાજીક રીતે પછાત વર્ગની અંદર પેટા શ્રેણી બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટે 2004ના બંધારણીય બેન્ચના નિર્ણય વિરુદ્ધ મત વ્યક્ત કર્યો છે. હવે મામલાને સાત જજો કે તેનાથી વધુ જજોની બેંચને મોકલવા માટે ચીફ જસ્સિસને રિફર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની સામે સવાલ હતો કે શું એસસી તથા એસટી વર્ગની અંદર રાજ્ય સરકાર સબ શ્રેણી બનાવી શકે છે. 2004ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યોને સબ કેટેગરી બનાવવાનો અધિકાર નથી. કોર્ટે પોતાના મહત્વના નિર્ણયમાં કહ્યું કે, ઘણી જાતિ હજુ ત્યાં છે જ્યાં હતી અને આ સત્ય છે.
શું અનંતકાળ સુધી વહન કરશે પછાતપણુ?'
કોર્ટે સવાલ કર્યો કે શું આવા લોકોએ પછાતપણાને પોતાના અનંતકાળ સુધી વહન કરવાનું છે. કોર્ટે કહ્યું કે, એસસી-એસટીના નિચલા સ્તર સુધી અનામતનો લાભ કેમ પહોંચતો નથી. કોર્ટે કહ્યું કે, શું તે અનંતકાળ સુધી પછાત રહેશે. કોર્ટે કહ્યું કે, લાખ ટકાનો સવાલ છે કે કઈ રીતે નિચલા સ્તર સુધી લાભ પહોંચાડી શકાય. કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકાર એસટી-એસસીના વધુ પછાત વર્ગને પ્રાથમિકતા આપી શકે છે.
નિચલા સ્તર સુધી લાભ પહોંચતો નથીઃ SC
કોર્ટે કહ્યું કે, એસસી-એસટી અને અન્ય પછાત વર્ગમાં પણ વિષમતાઓ છે અને આ કારણે સૌથી નિચલા સ્તર પર જે રહેલા છે તેને યોગ્ય લાભ મળતો નથી. રાજ્ય સરકાર આવા વર્ગને લાભથી વંચિત ન કરી શકે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, રાજ્ય સરકાર જો આ પ્રકારની સબશ્રેણી બનાવે છે તો તે બંધારણીય જોગવાઇ વિરુદ્ધ નથી. કોર્ટે સવાલના અર્થમાં કહ્યું કે, જ્યારે રાજ્ય સરકારને અનામત આપવાનો અધિકાર છે તો તેને સબશ્રેણી તથા વર્ગ બનાવવાનો અધિકાર કેમ ન હોઈ શકે. કોર્ટે કહ્યું કે, રિઝર્વેશન આપવનો રાજ્ય સરકારને અધિકાર છે અને તે પેટા જાતિ બનાવીને પણ લાભ આપી શકે છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે કહ્યું કે, 2004ના નિર્ણય તેમના મતથી વિપરીત છે જેથી 2004ના ચુકાદા પર ફરી વિચાર કરવાની જરૂર છે. તેવામાં હવે આ મામલાને સાત જજ કે તેનાથી મોટી બેંચની સામે મોકલવામાં આવે.
ચીફ જસ્ટિસ પાસે મોકલવામાં આવ્યો મામલો
તમને જણાવી દઈએ કે અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર રાજ્ય સરકાર પેટા વર્ગ બનાવીને અનામતનો લાભ આપી શકે કે નહીં, આ મુદ્દાને ચીફ જસ્ટિસની પાસે રિફર કરવામાં આવ્યો છે, જેથી મામલાની સુનાવણી માટે લાર્જર બેંચની રચના થઈ શકે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે ગુરૂવારે કહ્યું કે, રાજ્ય એસસી-એસટીની અંદર પેટા વર્ગ અનામત આપી શકે છે અને આ શ્રેણી બનાવવાનો તેને બંધારણીય અધિકાર છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube