નવી દિલ્હીઃ Vice President Election 2022 Result: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ શનિવારે સાંજે જાહેર થયું અને એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડ વિજેતા જાહેર થયા હતા. જગદીપ ધનખડ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ હશે. જગદીપ ધનખડે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને મોટા અંતરથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત આપી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ માર્ગરેટ અલ્વાએ હારનું ઠીકરૂ વિપક્ષી દળો પર ફોડ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક વિપક્ષી દળોએ એનડીએ ઉમેદવારનું સમર્થન કર્યું. પરંતુ તેમણે વિજેતા ઉમેદવાર ધનખડને શુભેચ્છા આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકતંત્રની મજબૂતી માટે સંઘર્ષ જારી રહેશે
હાર બાદ માર્ગરેટ અલ્વાએ કહ્યું કે ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. આપણા બંધારણની રક્ષા કરવા માટે, લોકતંત્રને મજબૂત બનાવવા અને સંસદની ગરિમા બહાલ કરવા માટે સંઘર્ષ જારી રહેશે. ત્યારબાદ તેમણે વિપક્ષના તમામ નેતાઓ અને આ ચૂંટણીમાં તેમને મત આપનાર સાંસદોનો આભાર માન્યો હતો. 


હાર બાદ શું બોલ્યા માર્ગરેટ અલ્વા?
તેમણે કહ્યું કે ચૂંટણી વિપક્ષ માટે એક સાથે કામ કરવા, ભૂતકાળની વાતોને પાછળ છોડવા અને એકબીજા વચ્ચે વિશ્વાસ બનાવવાની તક છે. ભાજપનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન કરી, કેટલીક પાર્ટીઓ અને તેના નેતાઓએ પોતાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. 


આ પણ વાંચોઃ CISF ના જવાને AK-47 થી કર્યું તાબડતોબ ફાયરિંગ, એકનું મોત; એક ઇજાગ્રસ્ત


કેટલીક પાર્ટીઓએ આપ્યું ભાજપને સમર્થન
માર્ગરેટ અલ્વાએ કહ્યું કે દુર્ભાગ્યથી કેટલીક વિપક્ષી પાર્ટીઓએ એક વિપક્ષના વિચારને પાટા પરથી ઉતારવાના પ્રયાસમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી ભાજપનું સમર્થન કરવાનું પસંદ કર્યું. હું માનુ છું કે આમ કરનાર આ પાર્ટીઓ અને તેના નેતાઓએ પોતાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. 


નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 780 મતદાતાઓમાંથી માત્ર 725એ મતદાન કર્યું હતું. કાઉન્ટિંગ દરમિયાન તેમાંથી 15 મત રદ્દ કરવામાં આવ્યા હતા. પછી 710 મતમાંથી ધનખડને 528 મત અને માર્ગરેટ અલ્વાને માત્ર 182 મત મળ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube